પંજાબ CM ભાગવત માનનો ગઢ ગણાતી સંગરુર બેઠક પર અકાલી દળના ઉમેદવારની જીત, શ્રેય આપ્યો ખાલિસ્તાનાના….
નવી દિલ્હી, તા. 27 જૂન 2022, સોમવાર મહારાષ્ટ્રમાં રાજકીય ધણાસાણ વચ્ચે લોકસભાની પેટાચૂંટણીએ ચોંકાવનારી સ્થિતિ સર્જી છે. જ્યાં ભાજપે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતી રામપુર અને આઝમગઢ બેઠકો પર કબજો જમાવ્યો છે. તો બીજી બાજુ પંજાબમાં આમ આમદી પાર્ટીની એકમાત્ર સંગરુર સિટ તેમના હાથથી સરકી ગઇ છે. શિરોમણી અકાલી દળ (અમૃતસર) ના ઉમેદવાર સિમરનજીત સિંહ માન, જેમણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ગૃહ મતવિસ્તાર સંગરુરમાં પેટાચૂંટણી જીતી લીધી હતી. આ જીતનો શ્રેય તેમણે ખાલિસ્તાની આંતકી જરનૈલ સિંહ ભિંડરાવાલેને આપ્યો હતો અને સાથે જ કહ્યું કે, આ જીત અમારી અને અમારા પાર્ટી કાર્યકર્તાઓ અને સંત જરનૈલ સિંહ ભિંડરાવાળાની જીત છે" સિમરનજીત સિંહ માને આગળ વધુમાં કહ્યું કે, અમારી આ જીત ભિંડરાવાલે અને દીપ સિદ્ધુને સમર્પિત છે. આ બધાએ શીખ સમુદાય માટે પોતાનું લોહી સમર્પિત કર્યું છે. દીપ સિદ્ધુ એ જ વ્યક્તિ છે જેનું તાજેતરમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું અને તે ગયા વર્ષે ગણતંત્ર દિવસ પર થયેલ હિંસાનો મુખ્ય ષડયંત્રકાર હતો. સંગરુરના નવા ચૂંટાયેલા સાંસદ સિમરનજીત સિંહ માન ભૂતકાળમાં તેમની ખાલિસ્તાની વિચારસરણીના કારણે વિવાદોમાં રહ્યા છે.સિમરનજીત સિંહ માને પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાને લઈને એક કેમ્પેઇન પણ શરૂ કર્યું હતું. સિમરનજીત સિંહ માન પોતાની ખાલિસ્તાની વિચારસરણીના કારણે અવારનવાર વિવાદોમાં રહે છે.આ જીત બાદ તેમના નજીકના મિત્રોએ કહ્યું છે કે, હવે સિમરનજીત સિંહ માન પ્રાથમિકતા વર્ષોથી જેલમાં બંધ શીખ યુવાનોની મુક્તિ સુનિશ્ચિત કરવાની રહેશે.કોણ છે સિમરનજીત સિંહ માન? સિમરનજીત સિંહ માન ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે. તેમનો જન્મ 20 મે 1945ના રોજ શિમલામાં થયો હતો. તેમના પિતા લેફ્ટનન્ટ કર્નલ જોગીન્દર સિંહ માન 1967માં પંજાબ વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે.1984માં ઓપરેશન બ્લુ સ્ટાર બાદ સિમરનજીત સિંહ માને પોલીસ સર્વિસમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેમને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતા. આ સિવાય સિમરનજીત સિંહ માન પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ હતો, જેના કારણે તેમને લગભગ 30 વખત અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.