*હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંતર્ગત તાલીમ અપાઇ
*હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંતર્ગત તાલીમ અપાઇ*
**********
સાબરકાંઠાના હિંમતનગર ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંમતનગર નગરપાલીકા વિસ્તારમાંથી ૫૦ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.
આ તાલીમમાં અર્બન હોર્ટીકલ્ચર નુ મહત્વ તથા અત્યારના આ આધુનિક યુગમાં અર્બન હોર્ટીકલ્ચર ની જરૂરિયાત વિશે ખુબ જ ઝીણવટ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. તદઉપરાંત “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ”ના પ્રેઝંટેશન સાથે કિચન ગાર્ડન માટેની તાલીમ આપવામાં આવી. જેમાં તાલીમાર્થીઓ પોતાના ઘરે શાકભાજી ઉગાડી શકે એ માટેની તમામ માહિતી આપવામાં આવી હતી.
બાગાયત અધિકારીશ્રી શ્રી વાય. એમ. દેસાઈ દ્વારા બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન નું મહત્વ અને બાગાયત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓ ની માહિતી પૂરી પાડવામાં આવી.
આતાલીમમાં અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને સર્ટીફીકેટનુ અને પ્લાસ્ટીકના કુંડા, પ્લાસ્ટીકની બેગ તથા શાકભાજી ના ધરૂ નું વિતરણ કરી તાલીમની પૂર્ણાહુતી કરવામાં આવી.આ તાલીમમાં બાગાયત અધિકારીશ્રી વી. જે. ચૌધરી, શ્રી વાય. એમ. દેસાઇ તથા એન. આર. ખાંટ (બાગાયત નિરીક્ષક) હાજર રહ્યા હતા.
********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.