જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણી નું પરબ - ૩ શરૂ કરાયું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણી નું પરબ – ૩ શરૂ કરાયું


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણી નું પરબ - ૩ શરૂ કરાયું

જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા હિરેનભાઈ પટેલ (શ્રીજી આનંદ ડેવલોપર્સ ) ના સૌજન્યથી સરકારી હાઈસ્કૂલ પાસે બોટાદ ખાતે મિનરલ વોટર ઠંડા પીવાના પાણી નું પરબ - ૩ નો શુભારંભ તા.૩૦/૪/૨૩ ના રોજ પરબ ના દાતા શ્રી હિરેનભાઈ પટેલ (શ્રીજી આનંદ ડેવલોપર્સ ) તથા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન ૩/બી ના પ્રમુખ શાંતિલાલ પટેલ ના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવેલ.
આ વિસ્તારમાં અનેક વટેમાર્ગુ અને મોટી સંખ્યા માં બહારગામ ના મુસાફરો ની મોટી અવર જવર રહેતી હોય આ પરબ ગરમી માં અનેક લોકો ની તરસ છીપાવવા મહત્તમ ઉપયોગી નીવડશે.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા ,જાયન્ટ્સ ફેડરેશન ઉપ પ્રમુખ કેતન રોજેસરા , યુનિટ ડીરેકર ગ્રીન મેન - સી.એલ.ભીકડીયા , ફેડરેશન સેક્રેટરી પ્રદીપભાઈ જોશી , ઉપ પ્રમુખ મધુકાંત આચાર્ય ,જાયન્ટ્સ સંસ્થા ના દીપકભાઈ માથુકિયા ,દર્શનભાઈ પટેલ , મુકેશ જોટાણીયા , લાલજીભાઇ કળથીયા , દિલીપભાઈ ભલગામીયા , ડો.આનંદ ત્રિવેદી , કલ્પેશ ગાંધી , પરેશભાઇ દરજી , મુકેશ જોટાણીયા , મન્સુર ખલ્યાણી , વિજય રોજેસરા વગેરે ઉપસ્થિત રહેલ.

Report, Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.