લેને કે દેને : બોટાદમાં ડુબલીકેટ સોનાના હાર પર ગોલ્ડ લોન કરાવતા જતા ભાંડો ફૂટ્યો - At This Time

લેને કે દેને : બોટાદમાં ડુબલીકેટ સોનાના હાર પર ગોલ્ડ લોન કરાવતા જતા ભાંડો ફૂટ્યો


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
બોટાદ શહેરમાં આવેલ મર્ચન્ટ ફાઇનાન્સ બેન્ક માં ત્રણ ઈસમો ખોટા સોનાના હાર પર ગોલ્ડ લોન કરાવવા ગયા હતા. પરંતુ બેંકના નિયમો મુજબ સોનાના હારની ખરાઈ કરાતા હાર ખોટો હોવાનું સામે આવતા બેંકના મેનેજરે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે બે ઈસમની તત્કાલ ધોરણે ધરપકડ કરી છે અને ફરાર શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. વિગત અનુસાર બોટાદ શહેરમાં મર્ચન્ટ ફાઇનાન્સ બેન્ક આવેલી છે આ બેન્કમાં ગત તારીખ 24 જૂને ત્રણ ઈસમો સોનાનો હાર લઈને ગોલ્ડ લોન કરાવવા પહોંચ્યા હતા. બેન્કના અધિકારીએ હાર ઉપર ગોલ્ડ લોન કરાવવાનું કહ્યું હતું જેથી બેંકના અધિકારીએ તપાસ કરીને હાર ની કિંમત 3.20 લાખ કિંમત હોવાનું જણાવ્યું હતું. જેથી ત્રણેય શખ્સો બેંકના મેનેજર અનિરુદ્ધ ખાચરને મળીને ગોલ્ડ લોન બાબતે વાત કરી હતી. જેથી મેનેજરે તેમના બેંકના નિયમો મુજબ સોનાની ખરાઈ કરાવેલ ખરાઈ કરાવતા તેમને જાણવા કે આ સોનાનો હાર ખોટો છે, ત્યારે બેંકના મેનેજરે બોટાદ પોલીસને જાણ કરી હતી ત્યારે ત્રણેય શખ્સોને ખ્યાલ આવી જતા ત્રણેય શખ્સો આ લઈને નીકળી ગયા હતા. બોટાદ પોલીસ ખાનગી બેંકે પહોંચી જેથી બેંક મેનેજરે વાત કરેલ અને ત્યારબાદ બેંકના મેનેજર અનિરુદ્ધ ખાચરે, રોહિત બળદેવભાઈ મેણીયા, રોહિત કારભા મેણીયા, ક્રિપાલસિંહ ડોડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ કલમ ૪૨૦,૧૨૦,૫૧૧ મુજબ ગુનો દાખલ કરી આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી હતી. બોટાદ પોલીસે ડુબલીકેટ સોનાના હાર પર ગોલ્ડ લોન કરાવવાના આરોપી રોહિત બલદેવભાઈ મેણીયા તેમજ રોહિત કાઢવા મેણીયાની સોનાના ડુબલીકેટ હાર સાથે ઝડપી લીધા હતા જ્યારે ફરાર આરોપી ક્રિપાલસિંહ ડોડીયાની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.