રાજુલા વનવિભાગ ની 108 જેવી કામગીરી - At This Time

રાજુલા વનવિભાગ ની 108 જેવી કામગીરી


રાજુલા વનવિભાગ ની 108 જેવી કામગીરી

સોસાયટી ના રહીશો એ વનવિભાગ ને જાણ કરતા કરી તાત્કાલિક કાર્યવાહી

સોસાયટી ના રહીશો એ આભાર વ્યક્ત કર્યો....

રાજુલા શહેરમાં વેરાઈ રોડ પર આવેલ બજરંગ હાઇટ્સની પાછળ પાણી અને કાદવમાં એક નીલગાય મૃત્યુ પામી હોય ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા તેમજ વિપુલભાઈ લહેરીને એ જાણ કરતા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલા અને સાથે સાથે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી જોકે આ નીરગાય કયા કારણોસર મૃત્યુ પામી છે તે જાણવા મળી શકાય એવું નથી પરંતુ પ્રાથમિક તારણ મુજબ આ નીલગાય ઘણા સમયથી આ વિસ્તારમાં રહેતી હતી અને આજે સવારે જ સોસાયટીના લોકોને આ નીલગાય મૃત્યુ પામી હોય તેવું જણાવતા જ તેમને વન વિભાગ તેમજ વિપુલભાઈ લહેરીનું સંપર્ક સાધના વન વિભાગની ટીમમાં તાત્કાલિક અગત્યના સ્થળે દોડી આવેલી અને આ નીલ ગાયને આ સ્થળ પરથી હટાવવાની કામગીરી કરવામાં આવી આ કામગીરીમાં વનપાલ આઇ.વી.ગોહિલ,
ટ્રેકર ભરત જોગદિયા,
રેસ્કયું ટીમ માંથી જુનેદભાઈ અને ભરતભાઈ
સહિત સ્ટાફે હાજર રહી આ કામગીરી કરેલ ત્યારે આટલી જડપી કામગીરી કરવા બદલ આ વિસ્તાર ના રહીશો એ વનવિભાગ સ્ટાફ નો આભાર વ્યક્ત કરેલ


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.