પુત્રના લગ્ન કરાવી દેવાની લાલચ આપી વિરડીના પ્રૌઢ પાસેથી 12.50 લાખ ખંખેર્યા
માળીયાહાટીના તાલુકાના વિરડીમાં રહેતા અને હાલ શાપુર વેરાવળમાં રહેતા નારણજીભાઈ સામતભાઈ ભાલુ અને તેનો પરિવારચોમાસામાં વતન વિરડી ગયા હતા. તેનો પુત્ર થોડો મંદબુધ્ધીનો હોવાથી સમાજમાં તેનું તેનું શગપણ થતુ ન હતુ. તેણે જ્ઞાતિના વલ્લભભાઈ પાથરને કન્યાશોધી આપવા વાત કરી હતી.
તેણે રાજકોટના ચિરાગ ઉર્ફે શૈલેષના નંબર આપી વાત કરવા જણાવ્યુહતુ. નાનજીભાઇએ ચિરાગ ઉર્ફે શૈલેષને વાત કરતા તેણે સુરતમાં એક કન્યા છે, તમારા દિકરાનું ગોઠવાઈ થશે તેમ કહ્યુ હતુ. ૨૦૨૨ના કહેવાથી નાનજીભાઈ, વલ્લભભાઈ રાજકોટ અને ત્યાંથી સુરત ગયા હતા. જયા કવિતા નામની છોકરી આવી હતી તેણે સહમતીબતાવી હતી.
ચિરાગ ઉર્ફે શૈલેષે ૫૬ હજાર આપવાનું કહેતા નાનજીભાઈએ તે રકમ આપી હતી. જૂનાગઢ લગ્ન કરવા અંગે પુછતા શૈલેષે હા પાડી હતી બે મહિના બાદ શૈલેષે ફોન કરી લગ્ન કરવા માટે વકીલ રાખવા પડશે તેની ફીના જે પૈસા થશે તે આપવા નાનજીભાઈએ સહમતી આપી હતી. અલગ-અલગ સમયે ચિરાગ ઉર્ફે શૈલેષે પુત્રના લગ્ન કરાવી આપવાના નામે
નાનજીભાઈ પાસેથી કુલ ૧૨.૫૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. આમ નાનજીભાઈએ આપેલી રકમ પરત પણ આપી ન હતી અને પુત્રના લગ્ન પણ કરાવ્યા ન હતા આ અંગે નાનજીભાઈએ વલ્લભાઈ પાથર અને ચિરાગ ઉર્ફે શૈલેષ મગન ગોહેલ સામે ફરિયાદ કરતા માળીયા પોલીસે છેતરપીંડી નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.