કલોલમાં ડ્રગ્સ પહોંચાડનારને પોલીસે ઝડપ્યો - At This Time

કલોલમાં ડ્રગ્સ પહોંચાડનારને પોલીસે ઝડપ્યો


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
કલોલમાં ડ્રગ્સ પહોંચાડનારને પોલીસે ઝડપ્યો

કલોલની હોટેલના • એક રૂમમાંથી ૧૦.૯૨ લાખની કિંમતના મેફેડ્રોન - ડ્રગ્સ સાથે એક યુવાનની ધરપકડ કર્યા બાદ તે - પેડલર હોવાનું જણાતા - અને ડ્રગ્સનો સપ્લાય ઈડરના શખ્સ પાસેથી - મળ્યો હોવાનું પુછપરછમાં બહાર આવતા પોલીસે - સાબરકાંઠાના ઈડરના ડ્રગ્સ સપ્લાયરને પણ ગણતરીની કલાકોમાં - ઝડપી પાડ્યો છે. ઈડરમાં કારની લે- વેચ કરનાર ઇસમ ડ્રગ્સનો સપ્લાયર હોવાનું ખુલ્યું

છે. ગાંધીનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ ( એસઓજી)એ કલોલની એક હોટલના રૂમમાંથી ૧૦.૯૨ લાખના મેફેડ્રોન

ડ્રગ્સ સાથે પેડલર ગૌરાંગ

ભરતભાઈ સોલંકીને પકડી

પાડયો હતો. આ મામલે

તેની સામે નાર્કોટીક્સ એક્ટ

હેઠળ ગુનો દાખલ કરીને

તપાસ હાથ ધરી હતી. બીજીતરફ આ પ્રકારે નશીલા દ્રવ્યોની હેરફેર સામે કડક કાર્યવાહી કરવા અને તેના સમગ્ર રેકેટને તોડવા માટે જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસ મસેટ્ટીએ મુખ્ય સપ્લાયરને શોધી કાઢવાની સૂચના આપી હતી.જેના પગલે એસઓજી પીઆઇ વી.ડી. વાળાની ટીમે મેફેડ્રોનનો સપ્લાય કરનાર ફઝલ મહંમદ મેમણ (રહે. ઈડર, મૂળ ગામ- વડાલી)ને ચિલોડા વિસ્તારમાંથી બાતમીના આધારે પકડી પાડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.