જસદણનો આલણસાગર ડેમ છલકાવામા બે વેત છે ઓવરફલો થવાની તૈયારી નિચાણ વાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સુચના - At This Time

જસદણનો આલણસાગર ડેમ છલકાવામા બે વેત છે ઓવરફલો થવાની તૈયારી નિચાણ વાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સુચના


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણના બાખલવડ ગામે આવેલ આલણસાગર નાની સિંચાઈ યોજના હેઠળ છે. તે જસદણ શહેરને પીવાનુ પાણી પુરૂ પાડે છે. તથા સાત ગામોને રવીપાક માટે પાણી પુરૂ પાડે છે. તે ડેમ ઓવરફલો થવામા બે વેતનુ છેટુ છે હાલની સપાટી 31.50 ફૂટ છે. હાલ ડેમ ની સપાટી 30.25 ફૂટ છે. જેથી ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. હાલ ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. તેથી ડેમની નીચવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી છે તેમજ તાકીદ રહેવા જણાવવામાં આવે છે. નીચવાસમાં આવતા ગામો જસદણ, બાખલવડ, આટકોટ, પાંચવડા, જસાપર, સહીના નિચાણ વાળા વિસ્તારના લોકોએ સાવચેત રહેવા નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઇ પેટા વિભાગ દ્વારા સુચના આપવામા આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.