વિસાવદર કોર્ટમાં વિજકંપનીનીદરખાસ્તમાં ૨,૭૯,૩૧૬.૦૧ પૈસાની દરખાસ્તમાં રાહત અપાતા એકજ દિવસમાં રકમ ભરાઈ
વિસાવદર કોર્ટમાં વિજકંપનીનીદરખાસ્તમાં ૨,૭૯,૩૧૬.૦૧ પૈસાની દરખાસ્તમાં રાહત અપાતા એકજ દિવસમાં રકમ ભરાઈરૂ.૩૬૬૬૨.૧૫ પૈસાની સ્કીમ મુજબ રાહત અપાઈ: સ્કીમનોલાભ લેવા લોકોને અપીલવિસાવદર સિવિલ કોર્ટમાં પી.જી. વી.સી.એલ.કંપનીના અધિક્ષક ઈજનેર બી.ડી.પરમારસાહેબની સૂચના અને માર્ગદર્શન થી વિસાવદર સિવિલ કોર્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝન નંબર-(૨)ના નાયબ ઈજનેર કમલ અખેણીયા દ્વારા વિસાવદર કોર્ટમાં કરશનભાઇ જીવાભાઈ વાળા તથા તેમના બે પુત્રો સામે જુદા જુદા દાવાઓ દાખલ કરવામાં આવેલ જેમાં પ્રતિવાદીઓએ પાવરચોરીની રકમ નહિ ભરતા અને દાવા વિસાવદર કોર્ટમાં ચાલી જતા પ્રતિવાદીઓ વિરુદ્ધ દાવામાં રકમ વ્યાજ,વકીલ ફી તથા કોર્ટ ફી સહિતની રકમ ચૂકવવા કોર્ટ આદેશ કરેલો નામદાર કોર્ટના હુકમ બાદ પણ પ્રતિવાદીઓ તરફથી કોર્ટનો હુકમ હોવા છતાં રકમ નહિ ભરતા પી.જી.વી.સી. એલ.કંપનીના સબ ડિવિઝન નંબર (૨)ની સૂચના મુજબ વિસાવદર ના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વિસાવદર કોર્ટમાં જુદી જુદી દરખાસ્તો દાખલ કરતા પ્રતિવાદીઓએ રકમ નહિ ભરતા અગાઉ પ્રતિવાદીઓ સામે અન્ય કામમાં કોર્ટ પકડ વોરન્ટ કાઢેલ હતું અને તેમાં પ્રતિવાદીઓને પકડી રજૂ કરતા રકમ ભરપાઈ કરી આપેલ અને તેજ પ્રતિવાદીઓ અવારનવાર પાવરચોરી કરતા પકડાઈ જતા પ્રતિવાદીઓ સામે જુદા જુદા કેસો થયેલા તેવા તમામ કેસોમાં પી.જી.વી.સી. એલ કંપની તરફથી આવા પાવરચોરી કરતા અને રકમ નહિ ભરતા લોકો સામે લાલ આંખ કરી રકમ વસુલ મેળવવાની કાર્યવાહીઓ કરતા પ્રતિવાદીઓ તથા તેમના તથા તેમના પિતા પાસે લેણી થતી વીજ કંપનીની લેણી રકમ પેટે રૂપિયા ૨,૭૯,૩૧૬.૦૧ પૈસાની રકમ વસુલ લેવા જુદી જુદી દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં વિસાવદર કોર્ટના ન્યાયાધીશએસ.એસ. ત્રિવેદી સાહેબ દ્વારા પી.જી.વી.સી.એલ.ના અધિકારીને હાજર રખાવી પી.જી.વી.સી. એલ.કંપનીની થ્રિ ટાયર સ્કીમનો લાભ આપી રૂપિયા ૩૬,૬૬૨.૧૫ પૈસાની રકમની રાહત કરાવી આપતા એકજ પરિવાર દ્વારા એક જ દિવસે રૂપિયા ૨,૪૨,,૬૫૩-૮૬ની રકમ જમા થયેલ હતી અને આજ દિવસે આઠ કેસો પાછા ખેંચવાની અરજી વીજકપની તરફથી રજૂ કરી આ રીતે આઠ કેસનો નિકાલ કરવામાં આવેલ હતો અને ગ્રાહકોએ એકી સાથે રકમ ભરી દીધેલ છે આ કામમાં પી.જી.વી.સી.એલ.કંપની તરફથી વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ હતા.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.