લીંબડી નજીક અવંતિકા હોટલ પાસે રસ્તો ઓળંગતી મહિલાનું નુ કાર અડફેટે મોત - At This Time

લીંબડી નજીક અવંતિકા હોટલ પાસે રસ્તો ઓળંગતી મહિલાનું નુ કાર અડફેટે મોત


લીંબડી નજીક અવંતિકા હોટલ પાસે રસ્તો ઓળંગતી મહિલાનું નું કાર અડફેટે મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક અવંતિકા હોટલ પાસે સાયલામાં રહેતી પરણીતા પોતાના સબંધી સાથે રસ્તો ઓળંગી રહી હતી તે સમયે ચકુબેનને કોઈ અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો જ્યારે અકસ્માતમાં ચકુબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમના પત્ની ચકુબેનનુ મોત નિપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ડેડબોડીને પીએમ અર્થે મોકલી આપી હતી. અને અકસ્માત સર્જનાર અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
હતી


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.