બનાસકાંઠામાં પાણી વગર ઘાસચારાની અછત : પૂળાના ભાવમાં વધારો
ડીસા,તા.29બનાસકાંઠા જિલ્લોએ ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ આગળ વધી
રહ્યો છે. પરંતુ ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે પાણીની વિકટ સમસ્યા
સર્જાય છે. જેના કારણે પશુપાલકોને ઘાસચારાની અછતને કારણે મોટી સમસ્યાનો સામનો કરવો
પડી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લોએ રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે.
જેના કારણે દર વર્ષે પાણીની બૂંદ બૂંદ માટે બનાસકાંઠા જિલ્લો તરસતો હોય છે. ખાસ
કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાય
છે. લોકોએ પશુઓ માટે અને પોતાના પીવા માટે પાણી ભરવા કિલોમીટર દૂર સુધી જવું પડે
છે. જેના કારણે સરહદી વિસ્તારના લોકો પાણી વગર ભારે હાલાકી ભોગવવી પડે છે. ગત
વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સૌથી મોટી
સમસ્યા ઉભી થઈ છે. પાણી વગર દિવસેને દિવસે પાણીના તળ પણ ઊંડા જઈ રહ્યા છે. જેના
કારણે પશુપાલકો અને ખેડૂતો ઉપર તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે. બનાસકાંઠા
જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે પાણી વગર ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ બની
છે. જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન વેઠી રહ્યા છે. આમ તો છેલ્લા
ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં ખેતીલાયક અને પીવાનું પાણી મળી રહે તેવો વરસાદ
થતો હતો. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં પડતા નહીંવત વરસાદના કારણે
મોટાભાગના અનેક તાલુકાઓમાં આ વખતે પાણી વગર મોટી સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતો પણ
પાણીને લઇ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે.પડેલા નજીવા વરસાદના કારણે જિલ્લામાં આ
વખતે પાણી વગર અનેક ખેતરો વેરાન બન્યા છે. સાથોસાથ પાણી ન મળવાના કારણે ઘાસચારો પણ
ઓછો થયો છે. જેના કારણે પશુપાલકોની હાલત કફોડી બની છે. આમ તો વર્ષોથી બનાસકાંઠા
જિલ્લોએ ખેતી સાથે જોડાયેલો જિલ્લો હતો. પરંતુ ધીમે-ધીમે ખેડૂતોને ખેતીમાં થતાં
નુકસાનના કારણે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા અને જોતજોતામાં બનાસકાંઠા જિલ્લો
સૌથી વધુ દૂધ ધરાવતો જિલ્લો બન્યો હતો. પરંતુ આ વર્ષે ઘાસચારાની અછતને કારણે
પરિસ્થિતિ બદલાઈ છે તો બીજી તરફ બહારથી આવતો ઘાસચારો પણ ઓછો થઈ જતા હાલ જિલ્લાના
પશુપાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં જે ઘાસચારો
૧૫ રૃપિયા પૂળો મળતો હતો તે આ વર્ષે અછતના કારણે ૩૦ રૃપિયા જેટલો એક પુળાનો ભાવ થઈ
ગયો છે. જેના કારણે ભાવમાં પણ પશુપાલકોને ડબલ પૈસા આપીને ઘાસચારાની ખરીદી કરવું
પડી રહ્યું છે.ડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.