વિરપુરના ડેભારી ગ્રામ પંચાયત ખાતે DYSP ની અધ્યક્ષતામા પોલીસનો લોકદરબાર યોજાયો... - At This Time

વિરપુરના ડેભારી ગ્રામ પંચાયત ખાતે DYSP ની અધ્યક્ષતામા પોલીસનો લોકદરબાર યોજાયો…


કાયદો અને વ્યવસ્થાને લઈ ચર્ચા કરાઈ

મહિસાગર જીલ્લાના DYSP કમલેશ વસાવાની અધ્યક્ષતામાં વિરપુર તાલુકાના ડેભારી ગ્રામ પંચાયત ખાતે 'ત્રણ વાત મારી તથા ત્રણ વાત તમારી' કાર્યક્રમ અંતર્ગત લોકદરબાર યોજવામાં આવ્યો હતો આ લોકદરબારમાં પોલીસ અધિકારીઓએ વધતા જતા પોક્સો અને અકસ્માત કેસો અંગે લોકોને જાગૃત કર્યા હતા. ટ્રાફિક નિયમોની અસરકારક અમલવારી માટે હેલમેટ પહેરવું, નશામાં વાહન ન ચલાવવું અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવા કે લાયસન્સ, PUC અને વીમો સાથે રાખવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો આ લોકદરબારમાં ગ્રામ પંચાયતના સરપંચ,વિરપુર પોલીસ સ્ટેશન પીઆઈ, પીએસઆઇ, સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image