હળવદ પોલીસ લાઈનની ડીવાયએસપી સમીર સારડા દ્વારા વિઝીટ કરી પ્રશ્નોના નિરાકરણ માટે આપી સૂચના - At This Time

હળવદ પોલીસ લાઈનની ડીવાયએસપી સમીર સારડા દ્વારા વિઝીટ કરી પ્રશ્નોના નિરાકરણ માટે આપી સૂચના


પોલીસ લાઈનમાં વૃક્ષારોપણ કર્યું, પોલીસના બાળકોને જુની રમત ખોખો કબડી ધમાલ ધોકો સહિતની જૂની રમત રમાડવા જણાવ્યું

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન સાથે ડીવાયએસપી સમીર સારડા એ હળવદ પોલીસ લાઇનની મુલાકાત લીધી હતી. તેમજ પોલીસ લાઈનના પ્રશ્નો જાણી તેના નિરાકરણ માટે સૂચના આપી હતી. તેમજ બાળકો માટે અલગ અલગ સાધનો વિકસાવવા અને મહિલાઓ માટે પ્રવૃત્તિઓ કરવી તેમજ મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું નવા કાયદા અંગે માહીતગાર કર્યો હતા, પોતે એક જ પરિવારના પોલીસ પરિવાર હોવાનું જણાવ્યું હતું,પોલીસ પરિવારને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે, જો કોઈ સમસ્યાઓ હોય તો ખુલ્લા મન જણાવા જણાવ્યું હતું,બાદ માં લાઈન વિઝિટ પૂર્ણ કરી હતી....

હળવદ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઈનની મુલાકાત ડીવાયએસપી સમીર સારડા દ્વારા લેવામાં આવી હતી. જેમાં રેન્જ આઇજી અશોક કુમાર યાદવ, એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન સાથે પોલીસ અધિકારીએ પોલીસ લાઈનીની લાઇવ વિઝિટ કરી પોલીસ લાઈનના પ્રશ્નો જાણી પ્રશ્નોના નિરાકરણ માટે સૂચના આપી છે. તેમજ બાળકોને રમત ગમતમાં રુચિ પડે તે માટે અલગ અલગ કોચિંગ ક્લાસ અને રમત ગમતના સાધનો વિકસાવવું નક્કી કરવામાં આવ્યું હતું,બાળકોને જૂની રમતો જેવી કે કબડી ખોખો ધમાલ ધોકો સહિતની રમતો રમાડવા જણાવ્યું હતું તેમજ મહિલાઓ માટે અલગ અલગ પ્રવૃત્તિ વિચારવામાં આવી છે. પોલીસ લાઈનમાં નાના મોટા તહેવારોની ઉજવણી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લાઈન વિઝિટ કરી અલગ અલગ બ્લોકની મુલાકાત લઈ અંતે મહિલા સંમેલન રાખી નવા કાયદા અંગે માહિતી આપી હતી અને સમસ્યા વિશે જાણકારી મેળવી હતી,અને પોલીસ લાઈનમાં આવનાર દિવસોમાં પોલીસ પરિવારનું સમુહ ભોજન, સમારંભ તેમજ વાર તહેવારે ભવ્યતિભવ્ય રીતે ઉજવવા માટે જણાવ્યું હતું,અને જ્યારે પણ જરૂર પડે અમે ઊભા છીએ તેવુ વચન આપ્યું હતું લાઈન વિઝિટ પૂર્ણ કરવામાં આવી હતી. આ તકે હળવદ પીઆઇ આર ટી વ્યાસ તથા સ્ટાફના તમામ જવાન ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.