શેખર સુમને તેમના પુત્ર અધ્યયનને સંઘર્ષ વિશે આપી સલાહ:બોલ્યો, 'કેટરીનાને જ જો, પહેલાં સરખી ઊભી પણ નહોતી રહી શકતી, આજે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ' - At This Time

શેખર સુમને તેમના પુત્ર અધ્યયનને સંઘર્ષ વિશે આપી સલાહ:બોલ્યો, ‘કેટરીનાને જ જો, પહેલાં સરખી ઊભી પણ નહોતી રહી શકતી, આજે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ’


એક્ટર શેખર સુમન અને તેમના પુત્ર અધ્યયન સુમનને સંજય લીલા ભણસાલીની સિરીઝ 'હીરામંડી'માં તેમની એક્ટિંગ માટે ઘણી પ્રશંસા મળી રહી છે. 'હીરામંડી'એ અધ્યયનની કરિયરમાં પ્રાણ પૂર્યા છે. અગાઉ તે પોતાની ફિલ્મી કરિયર અંગે ચિંતિત હતો કારણ કે તેને કામ મળતું ન હતું. હાલમાં જ શેખર સુમન અને અધ્યયનને એક ઇન્ટરવ્યૂ આપ્યું છે. જેમાં જ્યારે અધ્યયનને તેની કરિયર વિશે વાત કરી તો તેના પિતા શેખર સુમને તેને કેટરીના કૈફ પાસેથી કંઈક શીખવાની સલાહ આપી હતી. અધ્યય​​​​​​ને કહ્યું- 'હું પોસ્ટરમાંથી ગાયબ થતો રહ્યો'
અધ્યયને કહ્યું, 'મેં મારી કરિયરની શરૂઆત એક હીરો તરીકે કરી હતી પરંતુ પછી ધીરે-ધીરે હું ફિલ્મોના પોસ્ટરમાંથી ગાયબ થવા લાગ્યો. મને ખબર છે કે તે કેટલું દુઃખ હોય છે. હવે લડાઈ ફરી મોટી બનવાની છે અને આ આખી જર્ની છે.' શેખર સુમને કહ્યું- 'કેટરીનાને જુઓ'
​​​​​​​અધ્યયનની કમેન્ટ પર તેના પિતા શેખર સુમને કહ્યું, 'અન્યની જર્નીમાંથી પ્રેરણા લો. કેટરીના કૈફને જુઓ. જ્યારે તે ફિલ્મ 'બૂમ'માં જોવા મળી હતી ત્યારે તે બરાબર ઊભી રહી શકતી ન હતી, ન તો તેના ડાયલોગ બોલી શકતી હતી અને ન તો ડાન્સ કરી શકતી હતી, પરંતુ હવે જુઓ તે ક્યાં પહોંચી છે. 'રાજનીતિ' અને 'ઝિંદગી ના મિલેગી દોબારા' ફિલ્મોમાં તેમની એક્ટિંગને જુઓ. 'ધૂમ 3'માં પણ તેને જુઓ, કોઈ કહી શકે નહીં કે તે તે જ છોકરી છે જેણે આ રીતે શરૂઆત કરી હતી. સારા લોકો સાથે આવું થાય છે. દીપિકા પાદુકોણ એક મહાન એક્ટ્રેસ છે. અનન્યા પાંડેને ફિલ્મ 'ખો ગયે હમ કહાં' પહેલાં ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.