'હું દેશવાસીઓ પાસેથી ન્યાય ઈચ્છું છું...':'દેશને આઝાદી અપાવનાર મારા પિતાનું અપમાન કર્યું', બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પહેલું નિવેદન - At This Time

‘હું દેશવાસીઓ પાસેથી ન્યાય ઈચ્છું છું…’:’દેશને આઝાદી અપાવનાર મારા પિતાનું અપમાન કર્યું’, બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પહેલું નિવેદન


બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ મંગળવારે દેશ છોડ્યા બાદ પહેલી નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, 'બંગબંધુ શેખ મુજીબુર રહેમાન, જેમના નેતૃત્વમાં દેશે આઝાદી મેળવી, તેમનું અપમાન કરવામાં આવ્યું છે.' 'તેઓએ (વિરોધીઓએ) મારા પિતાનું અપમાન કર્યું છે, હું દેશવાસીઓ પાસેથી ન્યાયની માગ કરું છું.' શેખ હસીના દેશ છોડીને 5 ઓગસ્ટે ભારત આવ્યાં હતાં. ત્યારથી તે અહીં છે. શેખ હસીનાનું આ નિવેદન તેમના પુત્ર સજીબ વાજેદને ટાંકીને બહાર આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. શેખ હસીનાએ બાંગ્લાદેશી નાગરિકોને 15 ઓગસ્ટે તેમના પિતા શેખ મુજીબુર રહેમાનની પુણ્યતિથિ મનાવવા વિનંતી કરી હતી. મુજીબુર રહેમાનની 15 ઓગસ્ટ 1975ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારે 15મી ઓગસ્ટની રજા રદ કરી દીધી છે. હસીનાએ વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી
હસીનાએ નિવેદનમાં કહ્યું હતું કે "જુલાઈથી લઈને અત્યાર સુધી, આંદોલનના નામે તોડફોડ, આગચંપી અને હિંસામાં ઘણા લોકોના જીવ ગયા છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસકર્મીઓ, પોલીસ મહિલા, પત્રકારો, સાંસ્કૃતિક કાર્યકરો, કામ કરતા લોકો, અવામી લીગ અને આતંકવાદી હુમલામાં સંલગ્ન સંસ્થાઓના નેતાઓ, કાર્યકરો, અને વિવિધ સંસ્થાઓના કાર્યકરો મૃત્યુ પામ્યા હતા." "હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને તેમના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું." મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેઓ મારી જેમ પોતાના પ્રિયજનોને ગુમાવવાના દુઃખ સાથે જીવી રહ્યા છે. મારી માગ છે કે આ હત્યાઓ અને બર્બરતામાં સંડોવાયેલા લોકોની યોગ્ય તપાસ થવી જોઈએ અને ગુનેગારોને શોધીને કડક સજા આપવામાં આવે. શેખ હસીનાના પિતા અને તત્કાલિન રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની 15 ઓગસ્ટ 1975ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુજીબુર રહેમાન ઉપરાંત હસીનાની માતા ફઝિલાતુન્નેસ મુજીબ, એક કાકા, ત્રણ ભાઈઓ અને બે ભાભી સહિત પરિવારના 18 સભ્યો માર્યા ગયા હતા. હસીનાએ કહ્યું- અમેરિકાએ બાંગ્લાદેશ પાસેથી સેન્ટ માર્ટિન આઇલેન્ડની માગ કરી
અગાઉ જૂન 2021માં બંગાળી અખબારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા બાંગ્લાદેશ પાસેથી સેન્ટ માર્ટિન ટાપુની માગ કરી રહ્યું છે. તે અહીં મિલિટ્રી બેઝ બનાવવા માગે છે. આ પછી બાંગ્લાદેશ વર્કર્સ પાર્ટીના અધ્યક્ષ રાશિદ ખાન મેનને પણ સંસદમાં કહ્યું કે અમેરિકા સેન્ટ માર્ટિન દ્વીપને હસ્તગત કરવા માગે છે અને તેમના પર ક્વાડનો સભ્ય બનવા માટે દબાણ કરી રહ્યું છે. માત્ર 3 કિમી ચોરસ ટાપુ, આરબ વેપારીઓએ વસાવ્યો
સેન્ટ માર્ટિન આઇલેન્ડ, જેને લઈને બાંગ્લાદેશની રાજનીતિમાં ખૂબ જ ખળભળાટ મચી ગયો છે, તે માત્ર 3 ચોરસ કિલોમીટરનો ટાપુ છે. મ્યાનમારથી તેનું અંતર માત્ર 5 માઈલ છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, આ ટાપુ 18મી સદીમાં આરબ વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેમણે તેનું નામ 'જઝીરા' રાખ્યું. આ પછી બ્રિટિશ સરકારે તેને કબજે કરી લીધો. ત્યારપછી આ ટાપુનું નામ ચટગાંવના ડેપ્યુટી કમિશનરના નામ પરથી સેન્ટ માર્ટિન આઈલેન્ડ રાખવામાં આવ્યું હતું. આ ટાપુને બંગાળી ભાષામાં 'નારિકેલ જિંજીરા' (કોકોનટ આઇલેન્ડ) અથવા દારુચિની દ્વીપ (તજ દ્વીપ) કહેવામાં આવે છે. આ બાંગ્લાદેશનો એકમાત્ર કોરલ ટાપુ છે. પ્રવાસન ઉપરાંત આ ટાપુ વેપાર માટે પણ મહત્વપૂર્ણ છે. આ ટાપુ પર 9 ગામો છે જેમાં લગભગ 3,700 લોકો રહે છે. તેમનો વ્યવસાય માછીમારી, ચોખા અને નારિયેળની ખેતી છે. અહીંના ખેડૂતો તેમની ઉપજ નજીકના દેશ મ્યાનમારના લોકોને વેચે છે. રાજીનામું આપીને શેખ હસીના ભારત આવ્યા હતા
બાંગ્લાદેશમાં બે મહિના સુધી ચાલેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી તે દેશ છોડીને ઢાકાથી ભારત પહોંચ્યાં હતાં. તેમનું C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાંજે 6 વાગ્યે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતર્યું હતું. તેમના અહીંથી લંડન કે અન્ય કોઈ દેશમાં જવાના સમાચાર હતા. જોકે, બ્રિટન કે અન્ય કોઈ દેશ તરફથી પરવાનગી ન મળવાને કારણે હસીના હાલ ભારતમાં જ રહે છે. એરબેઝ પહોંચ્યા બાદ શેખ હસીનાએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે લગભગ એક કલાક સુધી વાત કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.