‘મહારાજ’ના રેપ સીન અંગે શાલિનીએ તોડ્યું મૌન:બોલી, ‘આ સીન અંગે હું ખૂબ જ પરેશાન હતી, આ રોલ પણ મને બેવકૂફ જેવો લાગતો હતો’
એક્ટ્રેસ શાલિની પાંડે પહેલીવાર 'અર્જુન રેડ્ડી' ફિલ્મમાં સ્ક્રીન પર જોવા મળી હતી. શાલિની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'મહારાજ'માં જુનૈદ ખાન, જયદીપ અહલાવત અને શર્વરી વાઘ સાથે જોવા મળી હતી. શાલિનીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મના રેપ સીન વિશે ખુલ્લીને વાત કરી હતી. આ સીનમાં શાલિનીને જયદીપ દ્વારા નિભાવવામાં આવેલા રોલ એટલે કે જદુનાથ મહારાજ સાથે સેક્સ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. શાલિનીએ જણાવ્યું કે, આ સીન કરતી વખતે તે ખૂબ જ નર્વસ હતી. જ્યારે તેમણે પહેલીવાર આ સીન વાંચ્યો ત્યારે તેને લાગ્યું કે આ રોલ તો 'મૂર્ખ' છોકરીનો છે. પરંતુ પાછળથી તેને ખબર પડી કે છોકરીને સાચા-ખોટાની કોઈ જ જાણકારી નથી. આ પછીથી ખાતરી થઈ ગઈ કે તે જે કરી રહી હતી તે યોગ્ય હતું.' આ ફિલ્મમાં જયદીપ 1800ના દાયકાના એક બાબાના રોલમાં છે જેમણે પોતાની આસપાસ એક દંતકથા બનાવી છે, જેમાં યુવા મહિલાઓને વિશ્વાસમાં અપાવવામાં આવે છે 'ચરણ સેવા' નામના સમારંભમાં પોતાની સામે તેમને રજૂ કરવામાં આવે. આ સાથે જ વિશ્વાસ અપાવવામાં આવે છે કે બાબા દ્વારા બળાત્કાર કરવો તેમના માટે પવિત્ર છે. બીજી તરફ સમાજે બધું જોવા છતાં આંખો બંધ કરી દીધી છે. શાલિનીએ બોલિવૂડ હંગામાને કહ્યું, 'જ્યારે મેં મહારાજ સાથે 'ચરણ સેવા' સીન કર્યો ત્યારે મને ખ્યાલ નહોતો કે આ સીનની મારા પર શું અસર થશે કારણ કે મેં સીન કર્યો અને અચાનક જ હું બહાર નીકળી ગઈ. મેં મારી ટીમને કહ્યું કે મારે બંધ રૂમમાં રહેવું નથી, મારે સમય જોઈએ છે, મને થોડી ફ્રેશ એર જોઈએ છે, હું થોડી બેચેન થઈ રહી છું. પણ પાછળથી હું રોલને બરાબર સમજી શકી હતી'. શાલિની રણવીર સાથે જોવા મળી હતી
શાલિની પાંડે વર્ષ 2022માં રિલીઝ થયેલી રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શાલિની જયેશની પત્ની મુદ્રાના રોલમાં હતી, જે પુત્રીના જન્મ પછી ફરી ગર્ભવતી બને છે. અગાઉ શાલિનીએ વર્ષ 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ 'મેરી નિમ્મો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.