શાહે કહ્યું- આતંકવાદ સામે મજબૂત ઇકોસિસ્ટમ:આતંકવાદ મુક્ત ભારત માટે સરકાર પ્રતિબદ્ધ, PMના ઝીરો ટોલરન્સના સૂત્રને દુનિયાએ અપનાવ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે બે દિવસીય એન્ટી ટેરર કોન્ફરન્સ-2024નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન શાહે કહ્યું કે મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ સામે અનેક પગલાં ભર્યા છે. આનાથી આતંકવાદ સામે લડવા માટે મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે. આતંકવાદ સામે વડાપ્રધાન મોદીના ઝીરો ટોલરન્સ સૂત્રને માત્ર ભારતે જ નહીં પરંતુ સમગ્ર દુનિયાએ અપનાવ્યું છે. આતંકવાદ મુક્ત ભારત માટે સરકાર પ્રતિબદ્ધ છે. અમિત શાહે વધુમાં કહ્યું કે આ કોન્ફરન્સ ભારતના સુરક્ષા માળખાને મજબૂત કરવા માટે સુરક્ષા એજન્સીઓ વચ્ચે તાલમેળ વધારશે. દિલ્હીમાં ચાલી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની આ કોન્ફરન્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદ સામેની કાર્યવાહીમાં આવી રહેલી સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સીનિયર પોલીસ અધિકારીઓ, વિશેષ સુરક્ષા એજન્સીઓ, ફોરેન્સિક અને ટેક્નિકલ એક્સપર્ટ ભગ લેશે. શહીદોના પરિવારજનોનો આભાર માન્યો હતો
કોન્ફરન્સમાં સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું કે ભારતની આઝાદીને 75 વર્ષ વીતી ગયા છે. દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા જાળવવા માટે અત્યાર સુધીમાં 36,468 પોલીસ જવાનોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. હું શહીદોના તમામ પરિવારોનો આભાર માનુ છું. અમિત શાહે કહ્યું કે આતંકવાદી હુમલાનો સચોટપણે સામનો કરવા માટે યુવા અધિકારીઓને હાઈ લેવલની ટેકનિકોથી સજ્જ કરવા પડશે. આને તેમની ટ્રેનિંગમાં મહત્વપૂર્ણ ભાગ બનાવવામાં આવશે. રાજ્યો પર હુમલામાં પોલીસની જવાબદારી અમિત શાહે કહ્યું કે પોલીસે રાજ્યો પરના હુમલા સામે લડવું પડશે. જો કે માહિતી આપવાથી લઈને કાર્યવાહી કરવા સુધી તમામ કેન્દ્રીય એજન્સીઓ સહકાર આપશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.