હળવદના રણમલપુર ગામે સરપંચને જાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો,મહિલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ - At This Time

હળવદના રણમલપુર ગામે સરપંચને જાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો,મહિલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ


ગામમાં પેવર બ્લોક લગાવાની ચાલુ કામગીરી દરમિયાન થયેલ બબાલમાં સરપંચ ઉપર કરાયો હુમલો

હળવદ તાલુકાના રણમલપુર ગામે ગામમાં પેવર બ્લોક લગાવવાની કામગીરીમાં કામ કરવા બાબતે સરપંચ સાથે બોલાચાલી કરી એક જ પરિવારના મહિલા સહિત ચાર શખ્સોએ લાકડી, પથ્થર તથા ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરાયા હતા. સમગ્ર બનાવ અંગે સરપંચ દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના રણમલપુર ગામે નારાયણ ગોપાલ નામની શેરીમાં પેવર બ્લોકની કામગીરી ચાલુ હોય ત્યારે કામ કરવા બાબતે ગ્રામ પંચાયતના સરપંચ પુનાભાઇ દેવાભાઇ રાઠોડ ઉવ.૬૧ સાથે ગામમાં જ રહેતા એક જ પરિવારના ભૌતીકભાઇ રમેશભાઇ પટેલ, રમેશભાઇ મગનભાઇ પટેલ, સુરેશભાઇ દેવકરણભાઇ
પટેલ તથા શારદાબેન રમેશભાઇ પટેલે બોલાચાલી ઝઘડો કરી સરપંચ પુનાભાઈને જાતિ પ્રત્ય જાહેરમાં અપમાનિત કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. દરમિયાન શારદાબેન લાકડી લઇને આવી સરપંચ પુનાભાઇને માર મારી તેમજ ભૌતીકભાઇએ છુટ્ટા પથ્થરો વતી મુઢ માર માર્યો હતો. જ્યારે રમેશભાઇ તથા સુરેશભાઇએ ઢીકાપાટુથી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે બનાવ અંગે સરપંચ પુનાભાઈએ હળવદ પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.