સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં પી. એમ. માટે મૃતદેહ રઝળ્યો: પરિવારજનોમાં રોષ
તા.16/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કોઠારિયા પાસે કોઠારિયા ગામના જ યુવાનને તા. 8 ડિસેમ્બરે ફોરવ્હીલ સાથે અકસ્માત થતા ઇજાઓ પહોંચી હતી. સી. જે. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેને રજા આપતા ઘરે લાવવામાં આવ્યો હતો. પરંતુ તા. 14 ડિસેમ્બરે એકાએક તબીયત બગડતા સી. જે. હોસ્પિટલે સારવાર માટે લવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. અને પીએમ માટે સવારે 9. 30 કલાકે ગાંધી હોસ્પિટલે મૃતકની લાશ લાવવામાં આવી હતી. પરંતુ આ અકસ્માતમાં એમએલસી ન થઇ હોવાથી 10 કલાકથી વધુ લાશ રઝળતા લોકોમાં રોષ ફેલાયો હતો.અંતે સાંજના અંદાજે 7 કલાકે મૃતકની લાશનું પીએમ થયું હતું. આ બનાવમાં અંતે વઢવાણ પોલીસ ગાંધી હોસ્પિટલે દોડી આવી પીએમ માટેના કાર્યવાહી શરૂ કરાતા અંદાજે સાંજના 7 કલાક પીએમ કરાયું હતું. આ અંગે પીએસઆઈ ડી. ડી. ચુડાસમાએ જણાવ્યું કે અકસ્માતનું સ્થળ વઢવાણ પોલીસ મથકની હદમાં જ આવે છે. પરંતુ આ બનાવમાં હોસ્પિટલ દ્વારા મેડિકલ એમએલસી અંગે પોલીસતંત્રને કોઇ જાણ કરાઇ ન હતી. બુધવારે 4.45 કલાકે વરદી આવતા અમારી ટીમે પહોંચી ગઇ હતી.વઢવાણ તાલુકાના કોઠારિયા ગામમાં રહેતા અંદાજે 44 વર્ષના પનારા ભરતભાઈ કાનજીભાઈ ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. 8 ડિસેમ્બરે કોઠિરાયા ગામ પાસે ભરતભાઈ ચાલીને જતા હતા ત્યારે ફોરવ્હીલ ગાડી સાથે તેઓનો અકસ્માત થતા પગે અને કેડના ભાગે ઇજાઓ પહોંચી હતી. આથી સારવાર માટે તેઓને સુરેન્દ્રનગર સી. જે. હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં સારવાર બાદ ઘેર લાવવામાં આવ્યા હતા. પરંતુ તા. 14 ડિસેમ્બરને બુધવારે ભરતભાઈની તબીયત બગડતા સારવાર માટે સી. જે. હોસ્પિટલે લાવવામાં આવતા રસ્તામાં જ તેઓનું મોત થયું હતું.આ અંગે મૃતકના પરિવારજનો, અશોકભાઈ ચૌહાણ સહિતના લોકોએ જણાવ્યું કે, પીએમ માટે ગાંધી હોસ્પિટલે સવારે 9. 30 કલાકે તેમનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા કોઠારિયા ગામના સરપંચ પ્રવીણભાઈ ટી. હડીયલ સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.