વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા મકરસંક્રતી ને દિવસે પી.આઈના હસ્તે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું - At This Time

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા મકરસંક્રતી ને દિવસે પી.આઈના હસ્તે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું


વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા પી.આઈના હસ્તે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું
વિસાવદરતા.વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રીંકેશ પટેલસાહેબની હાજરીમાં ગરીબ પરિવારને કીટનું વિતરણ કરવામાં આવેલ હતું જેમાં વિસાવદરના અતી હનુમાન પરા મુનિ આશ્રમ રોડ ઉપર અતિવૃદ્ધ અને નિરાધાર પરિવારના લોકોને ગણપતિ ઉત્સવ સમિતિ ને જુદા જુદા દાતાઓ તરફથી આપવામાં આવેલ રાશન કીટ તથા લાડવા તથા અન્ય ચીજ વસ્તુઓ એકત્રિત કરી આજરોજમકરસંક્રાંતિના પાવનપર્વ નિમિત્તે ગણપતિ ઉત્સવ સમિતિ અને વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રીંકેશ પટેલ સાહેબ તથા રોહિત સાહેબ તથા અન્ય પોલીસ કર્મચારી તથા ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા ધર્મેશભાઈ વિરાણી અને વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા આજરોજ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું આ પ્રસંગે પીઆઇ રીંકેશ પટેલ દ્વારા દરેક જરૂરિયાત મંદોને રૂપિયા બસ્સો બસ્સોની રોકડમાં સહાય આપવામાં આવેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.