પરિણીતાનો મોબાઈલ ઝુંટવી સ્ટેટ્સમાં ન્યૂડ ફોટા રાખી દિધા, સબંધ નહિ રાખે તો બાળકોને મારી નાંખવાની ધમકી - At This Time

પરિણીતાનો મોબાઈલ ઝુંટવી સ્ટેટ્સમાં ન્યૂડ ફોટા રાખી દિધા, સબંધ નહિ રાખે તો બાળકોને મારી નાંખવાની ધમકી


યુની. રોડ પર રહેતી પરિણીતાએ સંબંધ તોડી નાંખતા ધરારપ્રેમીએ મળવા બોલાવી તેણીનો ફોન ઝૂંટવી લઇ તેના જ ફોનના સ્ટેટ્સમાં તેણીના નગ્ન ફોટા મૂકી તેમજ સંબંધ નહિ રાખે તો પીછો કરી બાળકોને મારી નાખવાની ધમકી આપી પજવણી કરતા શખ્સ સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે રાજકોટના યુનીવર્સીટી રોડ પર રહેતી 39 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અંકિત શાહ નામના શખ્સનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે બીએનએસ એક્ટ 78(2),115(2),351(3) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અગાઉ અંકિત સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી.
દરમિયાન બંનેની મિત્રતા વિષે તેણીના પતિને ખબર પડી જતા તેણીએ અંકિત સાથે સંબંધ તોડી નાખ્યો હતો. થોડા સમય બાદ આરોપીએ તેણીને મળવા બોલાવતા તે ઇન્દિરા સર્કલ નજીક ગઈ હતી. ત્યારે અંકિતે ઝઘડો કરી તેણીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તેણીના જ નગ્ન ફોટા તેના જ મોબાઈલમાં સ્ટેટ્સમાં મૂકી મોબાઈલ પરત આપી ગયો હતો.
તે બાદ પણ મહિલા જયારે કોઈ કામ સબબ બહાર નીકળતી ત્યારે તેણીનો પીછો કરતો અને સંબંધ રાખવા દબાણ કરતો તેમજ જો સંબંધ નહિ રાખે તો બાળકોને મારી નાખશે તેવી ધમકી પણ આપતો હોવાથી અંતે કંટાળીને ફરિયાદ નોંધાવતા પીઆઈ મેઘાણીએ ગુનો નોંધી નામચીન આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.