સંતરામપુર નગરમાં આવેલા એસટી બસ સ્ટેશનમાં પ્રવેશવા ના ગેટ માં ખાડા - At This Time

સંતરામપુર નગરમાં આવેલા એસટી બસ સ્ટેશનમાં પ્રવેશવા ના ગેટ માં ખાડા


સંતરામપુર નગરમાં આવેલા એસટી બસ સ્ટેશનમાં પ્રવેશવા ના ગેટ માં ખાડા પડી ગયેલ હોય ને તેનું સીમેન્ટ કોંક્રિટ રોડનું કામ ધણા સમયથી નહીં થતાં બસો ની અવર જવર દરમ્યાન બસ નો પાછળનો ભાગ અથડાતાં બસને નુકસાન થતું હોવા છતાં આ બસ સ્ટેન્ડ ના આવવા જવાના દરવાજા ( ગેટ) ની કામગીરી બસ સ્ટેન્ડ બની ગયે વરસો વિતિ ગયા છતાં પણ આ ગેટ ની કામગીરી બાકી હોવાં છતાં પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નાં અધિકારી ઓ દ્વારા પ્લાન એસટીમેનટ મુજબ ની સંતરામપુર બસ સ્ટેન્ડ ની બાકી રહેલી કામગીરી વહેલી તકે પુરી કરાવશે ખરી સંતરામપુર બસ સ્ટેન્ડ મા બસો ને પ્રવેશ કરવાનાં ને બહાર નિકળવાના રસ્તા પર ખાડા પડેલ હોઈ ને સીમેન્ટ કોંક્રિટ રોડ તુટી ગયો હોઈ આ જગ્યા પર એસટી તંત્ર દ્વારા માટી નાખીને લેવલ સરખું કરેલ ને માટી નાખેલ હોઈ પવનથી ને બસો ની અવરજવરથી આ માટી ઉડતાં આજુબાજુ ના નાના મોટા દુકાદારો ને અવરજવર કરતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ને આ અંગે વેપારીઓ દ્વારા એસટી તંત્રના અધિકારીઓ નું ધ્યાન દોરેલ હોવાં છતાં પણ આ પ્રશ્રને કોઈ કાયમી ધોરણે ઉકેલ નહીં કરાતાં આજુબાજુ ના રહીશોમાં ને વેપારી વર્ગ માં ભારે રોષ જોવાં મળ્યાં છે.
આ બસ સ્ટેન્ડ ની બંને અવરજવર ના રસ્તા નાં ખાડા માં માટી નાખેલી ને રાતનાં સમયે વરસાદ વરસતાં માટી ને લીધે કીચચડ થતાં મુસાફરો ને બસસ્ટેન્ડમાં આવવા જવાની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ને જાહેર રસ્તા પર પણ માટીને લીધે કીચચડ થતાં લોકો ને અને વાહનચાલકોને પણ હાલાકી એસટતંત્ર ના નધણિયાત જેવા વહીવટ ને લીધે ભોગવવાનો વારો આવ્યો છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.