જસદણમા તંત્ર થયું એલર્ટ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ મા થયુ ફાયર એનઓસીનું ચેકીંગ - At This Time

જસદણમા તંત્ર થયું એલર્ટ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ મા થયુ ફાયર એનઓસીનું ચેકીંગ


રાજકોટમાં માનવ સર્જિત હત્યાકાંડના પગલે રાજ્ય સરકાર દોડતી થઈ છે અને વિવિધ તંત્રના અધિકારીઓ દ્વારા આવી કોઈ માનવ સર્જિત બીજી કોઈ ઘટના ન બને તે માટે હરકતમાં આવ્યું છે તેમજ શાળાઓ અને હોસ્પિટલો સહિતના સ્થળો પર ફાયર એનઓસી સહિતનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જસદણ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, પ્રતાપભાઈ સોલંકી, મુકુલભાઈ મહેતા, નિકુંજ ડાભી સહિતની નગરપાલિકાની ટીમ, જસદણ મહેસુલ સ્ટાફ, પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્ર દ્વારા ફાયર એનઓસી અને બી.યુ. પરમિશનની ચકાસણી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.