રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસ ના સ્વપ્ન દ્રષ્ટા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં ઉમટી પડવા ડો.વલ્લભભાઈ કથીરિયા ની અપીલ
રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસ ના સ્વપ્ન દ્રષ્ટા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં ઉમટી પડવા ડો.વલ્લભભાઈ કથીરિયા ની અપીલ
દીર્ધદ્રષ્ટા, યશસ્વી અને કર્મયોગી એવા વડાપ્રધાન અને ગુજરાતના સપૂત શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટના ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, સૌની યોજનાની લીંક ૩ના પેકેજ ૮ અને ૯, રાજકોટના કે.કે.વી.ઓવરબ્રિજ સહિતના ૨૦૩૩ કરોડથી વધુના કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હત દ્વારા સૌરાષ્ટ્રને અનેક યોજનાઓ ભેટ આપવા તારીખ ૨૭ જુલાઈના રોજ ખાસ પધારી રહ્યા છે, ત્યારે ભારત સરકારના પૂર્વ મંત્રી અને સાંસદ ડો. વલ્લભભાઈ કથીરિયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અને ઋણ વ્યક્ત કરવા વિશાળ સંખ્યામાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ માં ઉમટી પડવા અપીલ કરી છે.
રાજકોટને ભવ્યાતિભવ્ય ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રને વિશ્વ કક્ષાએ જોડવાથી વ્યાપાર - ઉદ્યોગ - કળા - સંસ્કૃતિ સહિત અનેક સુવિધાઓમાં વધારો થશે. તે જ રીતે સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ અર્થે નર્મદાના નીર સૌરાષ્ટ્રની નદીઓમાં વહે અને ચેકડેમ - તલાવડી બારેમાસ ભરાયેલા રહે, જેથી ખેતી અને ગ્રામ્ય વિકાસને ખૂબ જ લાભ થાય તેવી લીંક ૩ ની પેટા પાઇપલાઇનના લોકાર્પણ સૌરાષ્ટ્રના વિકાસની તવારીખ બદલવામાં ખૂબ જ ઉપયોગી થશે. આ પ્રસંગે દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રીશ્રીના , દુરંદેશીપણા અને સર્વાંગીણ ઉત્કર્ષ પ્રત્યેની કટિબદ્ધતાના દર્શન થાય છે, ત્યારે આપણે સૌ નરેન્દ્રભાઈને આવકારીએ અને આભાર વ્યક્ત કરીએ તેમ ડો.કથીરિયાએ નિવેદનના અંતમાં જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.