રાજકોટની ઈન્ડો-અમેરિકન પોર્ટેબલમાં તૂટેલા બેડ ને દારૂની બોટલો, સિવિલ અધિક્ષકે ગંદકીની જગ્યાએ હોસ્પિટલ જ દૂર કરવાનું કહ્યું - At This Time

રાજકોટની ઈન્ડો-અમેરિકન પોર્ટેબલમાં તૂટેલા બેડ ને દારૂની બોટલો, સિવિલ અધિક્ષકે ગંદકીની જગ્યાએ હોસ્પિટલ જ દૂર કરવાનું કહ્યું


રાજકોટમાં કોરોના કાળ દરમિયાન હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નહીં હોવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈને વહીવટી તંત્ર એ ખાસ 100 બેડની ઈન્ડો અમેરિકન પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું અને રાજકોટની ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં અંદાજે 3 કરોડના ખર્ચે ગુજરાતની આ એકમાત્ર પોર્ટેબલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ હાલ આ પોર્ટેબલ હોસ્પિટલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. જ્યારે અહીંયા રાત્રે અસામાજિક તત્વો દ્વારા મદિરાની મહેફિલો થતી હોય તેમ દારૂની બોટલો જોવા મળી હતી. જોકે આ સમગ્ર મામલે સિવિલ અધિક્ષકે કહ્યું, હવે આ હોસ્પિટલની જરૂર નહીં હોવાથી ટૂંક સમયમાં તેને દૂર કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.