શહેરમાં પરિવારમાં એકથી વધુ વ્યક્તિઓ સંક્રમિત થયાની સંખ્યા વધી, ટેસ્ટની સંખ્યા બમણી કરાઇ
રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા છે, જ્યારે 7 દર્દીને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસની સંખ્યા 67 થઈ છે. જ્યારે કુલ કેસનો આંક 63980 થયો છે. રાજકોટ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. વોર્ડ નં.11માં એક સાથે 4 નવા કેસ આવ્યા છે અને આ જ વોર્ડમાં અત્યાર સુધીમાં કેસની સંખ્યા વધુ રહી છે. બીજી તરફ અત્યાર સુધી છૂટાછવાયા કેસ આવી રહ્યા હતા પણ એક સપ્તાહથી એક જ પરિવારમાંથી એકથી વધુ વ્યક્તિઓને કોરોના થયાનું સામે આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં વધારો આવતા ટેસ્ટની સંખ્યા પણ બમણી કરી દેવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.