લોંગોવાલા યુદ્ધમાં પાક. તોપોના ધજાગરા ઉડાડી નાખ્યા તેવું સ્વનિર્મિત ફાયટર જેટ - At This Time

લોંગોવાલા યુદ્ધમાં પાક. તોપોના ધજાગરા ઉડાડી નાખ્યા તેવું સ્વનિર્મિત ફાયટર જેટ


- આ 'મરૂત' ફાયટર જેટ એશિયામાં સૌથી પહેલું સ્વનિર્મિત ફાયટર-બૉમ્બર હતું : જે રશિયાની સહાય વિના બનાવાયું હતું.નવી દિલ્હી : ૧૯૭૧ના લોંગોવાલા યુદ્ધમાં પાકિસ્તાને ધૂળ ચાટતું કરનાર સ્વનિર્મિત ફાઇટર બૉમ્બર મરૂત વિષે બહુ થોડાને માહિતી હશે. આ ફાઇટર જે એશિયાનું સૌથી પહેલું સ્વનિર્મિત ફાઇટર જેટ બની રહ્યું કે તે રશિયાની જરા પણ મદદ સિવાય બનાવાયું હતું. ૧૯૬૦ના દશકમાં જેનું નિર્માણ શરૂ થયું હતું તેવું આ યુદ્ધ વિમાન ૨૩ વર્ષ સુધી દેશની સેવા કરતું રહ્યું હતું. ભલે તેની ગતિ 'મેક- ૧ એટલે કે કલાકના ૧૨૩૪ કિલોમીટરથી વધુ ન હતી પરંતુ તેની રચના સાથે, દુનિયાને સંદેશો મળી ગયો કે ભારત ફાઇટર બૉમ્બર બનાવવાની દિશામાં આત્મનિર્ભર બની ગયું છે.'આ વિમાન હિન્દુસ્તાન એરોનેટિક્સ લિમિટેડે બનાવ્યું હતું પરંતુ તેની ડિઝાઇન જર્મન એરોનૉટિકલ એન્જિનિયર કર્ટટેન્કે બનાવી હતી આ પહેલું ફાયટર જેટ હતું જે પૂર્ણતઃ સ્વનિર્મિત હતું તેમાં રશિયાની પણ કોઈ સહાય ન હતી.આ વિમાનનું નામ હતું HF-24 Marut.તેનું પહેલું ઉડ્ડયન ૧૭ જૂન ૧૯૬૧માં થયું. ૧લી એપ્રિલ ૧૯૬૭થી તેનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન હાથ ધરાયું તે સુપરસોનિક પણ હોઈ શકે પરંતુ તેની ગતિ કલાકના ૧૨૩૪ કિ.મી.થી વધુ ન હતી. (જે અંકમેચ ૧) તેથી તેનો વિરોધ પણ થયો હતો છતાં દેશે આવા કુલ ૧૪૭ વિમાનો બનાવ્યા હતા. તેનો ઉપયોગ ઇન્ડિયન એરફોર્સે કર્યો હતો.૧૯૭૧ના ભારત- પાક યુદ્ધ સમયે લોંગોવાલા યુદ્ધમાં આ વિમાને ૩૦૦ એર્ટિઝ કરી પાકિસ્તાનની ઘાત ટેન્કરોનો નાશ કર્યો હતો.૧૯૮૨થી ઇંડિયન એરફોર્સે તે વિમાનો ડી-કમિશન કરવાની શરૂઆત કરી ૧૯૯૦માં તમામ 'મરૂત' ફાઇટર બૉમ્બર જેટ દેશની ઘણી સેવા કરી હતી. ૧૯૭૧ના યુદ્ધમાં સ્કવોડ્રન લીડર કે. કે. બક્ષીએ પાકિસ્તાનના F-86 સેબર ફાઇટર જેટ્સનો ખાત્મો બોલાવી દીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.