કોલકાતા દુષ્કર્મ-હત્યાને લઇ બોટાદ ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી
(ચેતન ચૌહાણ દ્વારા)
કોલકાતામાં મેડિકલ કોલેજના ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બની છે. જે મામલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. દેશમાં ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન તેમજ સરકારી ડોક્ટરોએ રેલી, સ્કેન્ડલ માર્ચ સહિત વિરોધ પ્રદર્શન કરીને હડતાળ પર ઉતરી ગયા છે.સાથે પીડિતાને ન્યાય મળે તેવી માગ ઉઠી રહી છે.ત્યારે આ ઘટનાના બોટાદમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બોટાદ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આજે બોટાદ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક ન્યાયની માગ કરી હતી.તા.૧૭/૦૮/૨૦૨૪ સવારના ૬ કલાકથી રવિવારના રોજ સવારે ૬ કલાક સુધી બોટાદના તમામ ડોક્ટરો પોતાના કામથી અળગા રહીને ઘટનાનો વિરોધ કરશે,તેમ બોટાદ ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન પ્રમુખ તુષાર રોજાસરાએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.