જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એન્કાઉન્ટર:નાગમાર્ગ વિસ્તારમાં સેનાએ 2 આતંકવાદીઓને ઘેરી લીધા; 7 દિવસમાં પાંચમી અથડામણ - At This Time

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એન્કાઉન્ટર:નાગમાર્ગ વિસ્તારમાં સેનાએ 2 આતંકવાદીઓને ઘેરી લીધા; 7 દિવસમાં પાંચમી અથડામણ


જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના નાગમર્ગ વિસ્તારમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અહીં બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. છેલ્લા 7 દિવસમાં ઉત્તર કાશ્મીરમાં આ પાંચમું એન્કાઉન્ટર છે. અગાઉ બાંદીપોરા, કુપવાડા અને સોપોરમાં એન્કાઉન્ટર થયા હતા. આ પહેલા 10 નવેમ્બરે કિશ્તવાડના કેશવાનના જંગલોમાં એન્કાઉન્ટર થયું હતું. અહીં 3-4 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર હતા, જે બાદ સેનાએ શોધખોળ કરી અને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહી દરમિયાન પેરા સ્પેશિયલ ફોર્સના 4 જવાનો ઘાયલ થયા હતા. નાયબ સુબેદાર રાકેશ કુમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. આજે ત્રીજા દિવસે પણ અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે. સોપોરમાં 2 દિવસમાં 3 એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ માર્યા ગયા છેલ્લા 2 દિવસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા છે. સુરક્ષા દળોએ નવેમ્બરના 10 દિવસમાં 8 આતંકીઓને ઠાર કર્યા છે. 8 નવેમ્બરે સોપોરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 9 નવેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. આ વિસ્તારોમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. ઘાટીમાં છેલ્લા 10 દિવસમાં આતંકવાદી ઘટનાઓ અને એન્કાઉન્ટર જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... શ્રીનગરમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરમાં ફસાયેલા બે ટ્રેકર્સ, 100 નંબર પર જાણ કરી, સેનાએ ફાયરિંગ અટકાવીને બચાવી લીધા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે ટ્રેકર્સ ફસાઈ ગયા હતા. ફાયરિંગ વચ્ચે ટ્રેકર્સે 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી. આ પછી સેનાએ ફાયરિંગ રોકીને તેમને બચાવ્યા હતા. આ ઘટના ગુરુવારે (10 નવેમ્બર) બની હતી. એન્કાઉન્ટર સમયે ટ્રેકર્સ જંગલમાં હતા. સેનાએ તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.