LoC પર ચીનની આ હરકતથી સુરક્ષા એજન્સીઓએ સરકારને એલર્ટ કરી - At This Time

LoC પર ચીનની આ હરકતથી સુરક્ષા એજન્સીઓએ સરકારને એલર્ટ કરી


- ભારતે આવતા વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં G-20 નેતાઓની બેઠક આયોજિત કરવાની યોજના બનાવી છેનવી દિલ્હી, તા. 24 જુલાઈ 2022, રવિવારચીન ભારત વિરુદ્ધ રણનીતિ અપનાવવાથી બાજ નથી આવી રહ્યું. ભારતીય સુરક્ષા એજન્સીઓએ સરકારને માહિતી આપી છે કે, ચીનની એક મેન્યુફેક્ચરિંગ કંપનીએ પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીર (PoK)માં પોતાનું કાર્યાલય સ્થાપિત કર્યું છે. આ સાથે જ તે મુઝફ્ફરાબાદ અને અથમુકામને અડીને આવેલા વિસ્તારોમાં થઈ રહેલા કામોને નિયંત્રિત કરી રહ્યું છે.એજન્સીઓએ જણાવ્યું કે, ચીનની કંપની મે મહિનાથી પાકિસ્તાન આર્મી માટે નવા બંકરોનું નવીનીકરણ અને નિર્માણ કરી રહી છે. ચીનની કંપનીઓએ અગાઉ પણ પીઓકેમાં બાંધકામ કર્યું હતું. પરંતુ આ પહેલીવાર છે જ્યારે એલઓસી પર આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વિસ્તાર PoKની નીલમ ઘાટીને અડીને આવેલા કેલ સેક્ટરમાં પાકિસ્તાન આર્મી 32 ડિવિઝન હેઠળ આવે છે.બેઈજિંગે અગાઉ રાજસ્થાનના બિકાનેરની સામે પાકિસ્તાનની ધરતી પર પોતાના સૈનિકો અને મશીનો મોકલ્યા હતા. ત્યાં એક ફોરવર્ડ એરબેઝ અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને 350 થી વધુ પથ્થરના બંકરો અને સરહદ ચોકીઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.ભારતે આવતા વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં G-20 નેતાઓની બેઠક આયોજિત કરવાની યોજના બનાવી છે. પાકિસ્તાનની સાથે ચીને પણ ભારતના આ પગલા સામે વાંધો ઉઠાવ્યો હતો. ડ્રેગને તેના નજીકના સાથી પાકિસ્તાનના અવાજનો પડઘો પાડતા કહ્યું કે, સંબંધિત પક્ષોએ આ મુદ્દાનું રાજનીતિકરણના રંગ આપવાથી દૂર રહેવું જોઈએ.જમ્મુ અને કાશ્મીર 2023માં જી-20 બેઠકોની યજમાની કરશે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ આ પ્રભાવશાળી જૂથમાં સામેલ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને સમગ્ર સંકલન માટે પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવ્યા બાદ અહીં પ્રસ્તાવિત આ પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય બેઠક હશે. પાકિસ્તાને આનો વિરોધ કર્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે,'પાકિસ્તાન ભારતના આવા કોઈપણ પ્રયત્નને સંપૂર્ણપણે નકારી કાઢે છે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.