જમ્મુના કિશ્તવાડમાં સર્ચ ઓપરેશન ચાલુ:4 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી; ગઈકાલે અથડામણમાં એક જવાન શહીદ થયો હતો - At This Time

જમ્મુના કિશ્તવાડમાં સર્ચ ઓપરેશન ચાલુ:4 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી; ગઈકાલે અથડામણમાં એક જવાન શહીદ થયો હતો


જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના કેશવાન અને તેની આસપાસના વિસ્તારોના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ સોમવારે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. રવિવારે અહીં 3-4 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા, ત્યારબાદ સેનાએ શોધખોળ કરી અને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળીબાર ચાર કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો. જવાબી કાર્યવાહી દરમિયાન પેરા સ્પેશિયલ ફોર્સના 4 જવાનો ઘાયલ થયા હતા. નાયબ સુબેદાર રાકેશ કુમાર સારવાર દરમિયાન શહીદ થયા હતા. સેનાના જણાવ્યા અનુસાર કેશવાન ફોરેસ્ટમાં છુપાયેલા આતંકીઓ કાશ્મીર ટાઈગર્સ ગ્રુપના છે. આ લોકોએ જ 7મી નવેમ્બરે 2 વિલેજ ગાર્ડની હત્યા કરી હતી. સોપોરમાં 2 દિવસમાં 3 એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ માર્યા ગયા છેલ્લા 2 દિવસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા છે. નવેમ્બરના 10 દિવસમાં સેનાએ 8 આતંકીઓને ઠાર કર્યા છે. સોપોરમાં 8 નવેમ્બરે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 9 નવેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. આ વિસ્તારોમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. ​​​​​​​ઘાટીમાં છેલ્લા 10 દિવસમાં આતંકવાદી ઘટનાઓ અને એન્કાઉન્ટર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.