જસદણના આઠ વિસ્તારોમાં રાત્રિના આઠ કલાક વીજ પુરવઠો બંધ રહેતાં લોકો ત્રાહિમામ
જસદણના આઠ વિસ્તારોમાં રાત્રિના આઠ કલાક વીજ પુરવઠો બંધ રહેતાં લોકો ત્રાહિમામ
જસદણમાં ગત સાંજે છ વાગ્યાની આસપાસ જોરદાર પવન ફૂંકાતાની સાથે જ શહેરના ચિલીલિયાકુવા રોડ વિસ્તાર સહીત આઠ જેટલાં વિસ્તારમાં અચાનક જ વીજ પુરવઠો બંધ થઈ જતાં પુ:ન રાત્રિના ત્રણના સુમારે શરૂ થતાં શહેરના આઠ જેટલાં વિસ્તારોના હજજારો નાગરિકો પરેશાન થઈ ગયા હતા વીજતંત્રએ જણાવ્યું હતું કે ગુરુવારે શહેરમાં સાંજે કુદરતી પવન ફૂંકાતા વૃક્ષો પડી જતાં આ ફોલ્ટથી વીજતાર તુટી જતાં વીજ પુરવઠો ખોરવાય ગયો હતો વીજ પુરવઠો પૂર્વરત થાય તે માટે અમારી ટીમએ સખત મહેનત કરી પણ કોઈ ફોલ્ટ ન મળતાં આખરે સખત મહેનત બાદ રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ ફોલ્ટ મળી જતાં આખરે વીજ પુરવઠો પુર્વરત કરાયો હતો. રાત્રિના સળંગ આઠ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતાં અબાલ વૃદ્ધો અને બિમાર લોકોની હાલત કફોડી બની જતાં લોકોએ રીતસરનો રોષ સોશ્યલ મીડિયામાં નેતાઓ અને વિકાસ પર ઉતાર્યો હતો અંતે ત્રણ વાગ્યાના સુમારે વીજ પુરવઠો શરૂ થયાં બાદ લોકોને નિરાંત થઈ હતી અત્રે નોંધનીય છે કે જસદણમાં ચિતલિયા કુવારોડ અને તેમની આસપાસના વિસ્તારોમાં અન્ય વિસ્તારોથી વધુવાર વીજ પુરવઠો ખોરવાય જાય છે ત્યારે આ માટે કાયમી ધોરણે આ નિરાકરણ લાવવું જોઈએ.
હુસામુદ્દીન કપાસી જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.