*વહીવટી તંત્ર પ્રજાને દ્વાર* - *જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ કોડિનાર નગરપાલિકા ખાતે તાલુકાની પ્રજાના પ્રશ્નો સાંભળ્યા* - At This Time

*વહીવટી તંત્ર પ્રજાને દ્વાર* —— *જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ કોડિનાર નગરપાલિકા ખાતે તાલુકાની પ્રજાના પ્રશ્નો સાંભળ્યા*


*વહીવટી તંત્ર પ્રજાને દ્વાર*
------
*જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ કોડિનાર નગરપાલિકા ખાતે તાલુકાની પ્રજાના પ્રશ્નો સાંભળ્યા*
-----
*કોડિનાર શહેરની ટ્રાફિક સમસ્યાને હલ કરવાની દિશાના પગલાં લેવા માટે પગપાળા માર્ગો પર ફરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો*
-----
*સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ આવનાર દર્દીઓ માટે સારી વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સૂચનાઓ આપી*
------
*તમામ વિભાગોને સાથે રાખી યોજાયેલ મિટિંગમાં સ્થળ પર જ સંબંધિત વિભાગોને પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના*
----
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજા વચ્ચે જઈ અને પ્રજાના પ્રશ્નો સાંભળવાનો અભિગમ અપનાવ્યો છે. તેના ઉપલક્ષમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે કોડિનાર નગરપાલિકા ભવન ખાતે તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી તાલુકાના પ્રશ્નો અરજદારો પાસે સાંભળી યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી આદરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

જિલ્લા કલેકટરશ્રીએ કોડિનારની મુલાકાત લઈ શહેરની સમસ્યા જાણી હતી. ખાસ કરીને, ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. શહેરની ટ્રાફિક સમસ્યા સહિતની પરિસ્થિતિનો તાગ મેળવવા કલેકટરશ્રી પગપાળા કોડિનાર અજંટા ટૉકીઝ રોડ થી સરકારી દવાખાના થી પાણી દરવાજા, મામલતદાર ઓફિસ રોડ અને પાણી દરવાજા થી બસ સ્ટેશન સુધીના રોડની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન, કલેક્ટરશ્રી કોડિનારના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને લોકોને વધુ આરોગ્ય સુવિધાઓ મળે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા માટેની સૂચના આરોગ્ય વિભાગના અધિકારીઓને આપી હતી.

દુકાનદારો દ્વારા તેમના મૂળ જગ્યા કરતાં રસ્તા ઉપર ડિસ્પ્લેમાં વધુ પડતો માલ રાખી ફૂટપાથ ઉપર કરેલા દબાણો અને પેશકદમી કરે છે તેવી લોકોની સમસ્યા પ્રત્યે જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટરશ્રીએ કોડિનાર નગરપાલિકા કચેરી ખાતે તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતાં.

આ ઉપરાંત, પ્રજાના વર્ષો જૂના પડતર પ્રશ્નોનો નિરાકરણ માટે સ્થળ ઉપર જ જે-તે વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ દબાણના પ્રશ્નો રજૂ કર્યા હતા.

કલેકટરશ્રીએ સમાચાર માધ્યમના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, પ્રજાની મુશ્કેલીઓ સમજીને તે પ્રમાણે કાર્યવાહી કરવી તે વહીવટી તંત્રની ફરજ છે. લોકોને વધુ કઈ રીતે સારી સગવડ આપી શકાય અને લોકોને પડતી અગવડનું તાત્કાલિક નિરાકરણ આવે તે દિશામાં અમે કાર્યરત છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાભરમાં રેવન્યૂ વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરીને ૨.૮૦ લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

કોડિનારની આ મુલાકાતમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, ટીડીઓ, સ્થાનિક આગેવાનો, તાલુકાના લોકો અને અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.