સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે ભવ્ય વિદ્યા રંગોત્સવ કાર્યક્રમ યોજાયો, સિહોરની 18 સેવાકીય સંસ્થાઓએ સન્માનિત કરવામાં આવી તા. 12/1/2025 વિદ્યામંજરી જ્ઞાનપીઠ – સંસ્કૃતિ સ્કૂલ, સિહોરનાં પટાંગણમાં સ્વામી વિવેકાનંદ જયંતિ યુવાદિન અને શાળાનાં વાર્ષિકોત્સવ નિમિત્તે ભવ્ય અને ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ વાર્ષિકોત્સવની સાથે સાથે સેવા અને સંસ્કૃતિની નગરી સિહોરની વિવિધ સમાજ સેવી સંસ્થાઓ, કે જે માનવ સેવા-અબોલ પશુ પક્ષી તેમજ પર્યાવરણ તથા સામાજિક ક્ષેત્રે તત્પર એવી 18 સેવાકીય સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી
વિદ્યામંજરી જ્ઞાનપીઠ - સંસ્કૃતિ સ્કૂલ, સિહોરનાં પટાંગણમાં સ્વામી વિવેકાનંદ જયંતિ યુવાદિન અને શાળાનાં વાર્ષિકોત્સવ નિમિત્તે ભવ્ય અને ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ વાર્ષિકોત્સવની સાથે સાથે સેવા અને સંસ્કૃતિની નગરી સિહોરની વિવિધ સમાજ સેવી સંસ્થાઓ, કે જે માનવ સેવા-અબોલ પશુ પક્ષી તેમજ પર્યાવરણ તથા સામાજિક ક્ષેત્રે તત્પર એવી 18 સેવાકીય સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળ, પી.કે. મોરડિયા, શ્રી અશોકભાઈ ઉલવા, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તેમજ વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશેષ મહેમાન તરીકે વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ ભરતભાઇ મેર સિહોર શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ જાની, વડીલ ભરતભાઈ મલુકા, અનિલભાઈ મહેતા, મિલનભાઈ કૂવાડિયા સહિતનાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.