ગોધરા નગરપાલિકા વિસ્તારમાં પશુઓ રખડતા માલુમ પડશે તો કસુરવાર વ્યક્તિઓ સામે દંડનીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરાશે - At This Time

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં પશુઓ રખડતા માલુમ પડશે તો કસુરવાર વ્યક્તિઓ સામે દંડનીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરાશે


ગોધરા

પંચમહાલ જિલ્લાના ગોધરા નગરપાલિકા વિસ્તારમાં પશુઓ રાખતા માલિકોને આથી જાણ કરવામાં આવે છે કે શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકારની શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા -૨૦૨૩ તા.૨૧.૦૮.૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરેલ છે.

જેને લઈને ગોધરા નગરપાલિકાના વિસ્તારમાં ચુસ્ત અમલ ચાલુ હોઈ જેથી પશુ (ઢોર) ધારકોએ પોતાના પશુઓ રખડતા ન મુકવા અને પોતાની જગ્યામાં રાખવા જાણ કરવામાં આવે છે. અને જો તેમ કરવામાં ચુક થશે અને પશુઓ રખડતા માલુમ પડશે તો કસુરવાર સામે. (ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૨૭૫-(ચ) (જ) અને કલમ ૨૭૭) પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા -૨૦૨૩ તા. ૨૧.૦૮.૨૦૨૩,મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ એકટ અંતગર્ત ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ પશુ ધારકોએ સખત નોંધ લેવા મુખ્ય અધિકારીશ્રી, નગરપાલિકા ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.