રાજકોટ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને લઈ ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા - At This Time

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને લઈ ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા


HMPV એટલે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસના કેસો સતત વધી રહ્યા છે.HMPV વાયરસને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે.ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા જનાના હોસ્પિટલ ખાતે HMPVના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.HMPVના દર્દીઓ માટે સિવિલમાં ૧૦ ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે બેડ તૈયાર કરવામાં આવ્યા છે.રાજકોટ સિવિલ હોસ્પિટલનાં હિસાબી અધિકારી ડો. એમ.સી.ચાવડાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજકોટમાં HMPV વાઇરસનો કોઈ કેસ સામે આવ્યો નથી અને હાલ જરૂરિયાત મુજબની તમામ દવાઓ સહિતનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે અને આ વાઇરસથી લોકોએ ગભરાવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.