રાજકોટ:લાઇટહાઉસ આવાસ પ્રોજેકટ તા.20 સુધીમાં પૂર્ણ - At This Time

રાજકોટ:લાઇટહાઉસ આવાસ પ્રોજેકટ તા.20 સુધીમાં પૂર્ણ


મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટ હેઠળ 11 ટાવરમાં 1144 આવાસોની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે તેમજ સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી પણ પ્રગતિમાં છે. આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સાઇટ વિઝીટ કરી હતી. જયાં કોન્ટ્રાકટરે બાકી 2 થી 5 ટકા કામ તા.20 સુધીમાં પૂર્ણ થઇ જશે તેમ જણાવ્યું હતું.
હાલ લાઈટહાઉસ પ્રોજેક્ટ હેઠળ આવાસ યોજનામાં ફીનીશીંગ, પીજીવીસીએલ અને ગુજરાત ગેસની કામગીરી પણ ચાલુ છે જે સત્વરે પૂર્ણ કરવા કમિશનરે અધિકારીને સુચના આપી હતી. લાઈટહાઉસ પ્રોજેક્ટ માટેની વોટર સપ્લાય સંબંધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલ ડામર વર્કની કામગીરી પૂર્ણ કરવા અને આઇસીટીની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા એલ એન્ડ ટીનાં પ્રોજેક્ટ મેનેજરને સુચના આપી હતી.
આ મુલાકાત દરમ્યાન નાયબ કમિશનર ચેતન નંદાણી, એ. આર.સિઘ, સિટી એન્જી. એચ. યુ. દોઢિયા, કે. એસ. ગોહેલ, વાય. કે. ગૌસ્વામી, પી.એ.ટુ(ટેક.) હિમાંશુ દવે, ડી.ઈ.ઈ. સોન્ઢાગર, આર. બી. પટેલ, અમિત ડાભી અને એ.ટી.પી. મુકેશ મકવાણા હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ લાઇટ હાઉસ પ્રોજેકટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન વડાપ્રધાને કર્યુ હતું અને તેઓ નિયમિત આ પ્રોજેકટની સમીક્ષા કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.