બાલાસિનોર તાલુકામાં માવઠું થતા જગતનો તાત બન્યો ચિંતાતુર
કપાસ તમાકુ ઘઉં ડાંગર ચણા જેવા પાકોને તેમજ સુકો ઘાસચારો ને નુકસાન થવા થી ખેડૂત બન્યો ચિંતાતુર
મહીસાગર વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો
મહીસાગર જિલ્લામાં ઠંડીના ચમકારા સાથે વતાવરમાં પલટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળતાં જગતનો તાત ચિંતિત બન્યો હતો. સાથે હોવામાન વિભાગ દ્વારા આગામી તા.26 અને 27 ઓક્ટોબર બે દિવસ માવઠુ થવાની સાથે જ વાતાવરણમાં પલ્ટો આવે તેવી આગાહી કરાઈ રહી હતી. મહીસાગરમાં છુટાછવાયા વરસાદની અગાહીને લઈ ખેડૂતોએ જાગૃત તો રહેવું જ પડશે. દરમ્યાન શુક્રવારે ડીઝાસ્ટર વિભાગ દ્વારા ખાસ કૃષિ બુલેટીન જાહેર કરાયુ છે. મહીસાગર જિલ્લામાં અત્યારે ઘઉં અને ચણાની વાવણી માટે ખેડૂતોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરીને તો કેટલાક ખેડૂતો દ્વારા વાવણી કરાઈ છે
વાવણીના પ્રારંભ અગાઉ જમીનને સિંચાઈ આપી નિંદામણ કાઢવા માટે ખેડ કર્યા બાદ ઘઉં અને ચણાનું વાવેતર શરૂ કરી દીધું છે. બીજી તરફ નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં સવારે અને સાંજે પાકને માફક આવે તેવી ઠંડી પડતી નથી. જેને લઈને કેટલાક ખેડૂતો ઘઉંના વાવેતર માટે ઠંડીની રાહ જોઈને બેઠા છે. તો બીજી તરફ માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.