રાજકોટ જિલ્લામાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ પ્રશ્નોનો થયો સ્થળ પર નિકાલ.
રાજકોટ શહેર તા.૨૫/૭/૨૦૨૪ ના રોજ પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવા અને તેઓને લોકાભિમુખ પ્રશાસનની પ્રતીતિ કરાવવાના ઉ્દેશ્યથી શરૂ કરાયેલો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અસરકારક બની રહ્યો છે. રાજકોટ જિલ્લામાં તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪મી જુલાઈએ યોજાયા હતા. પ્રાંત અધિકારીઓ તથા મામલતદારઓની ઉપસ્થિતિમાં યોજાયેલા તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ મળીને ૭૩ પ્રશ્નો રજૂ થયા હતા. જેમાંથી ૫૯ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવી દેવાયો હતો. જ્યારે ૧૪ પ્રશ્નો નિકાલ અર્થે ગતિમાં છે. તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય સહિતના પ્રશ્નો રજૂ થતાં, પ્રાંત અધિકારીઓ તથા મામલતદારઓ દ્વારા પુરાવા ચકાસણી કરીને, સહાય મંજૂર કરીને પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.