ટિમ ગબ્બરની રજૂઆતનો પડઘો: વિસાવદરવિજકપનીમાં ખાલી પડેલ જુનિયર ઇજનેરની જગ્યાએ નિમણૂક
ટિમ ગબ્બરની રજૂઆતનો પડઘો: વિસાવદરવિજકપનીમાં ખાલી પડેલ જુનિયર ઇજનેરની જગ્યાએ નિમણૂક.ટીમગબ્બર ગુજરાત ના કે એચ ગજેરા અનેવિસાવદરના નયનભાઈ જોષી એડવોકેટ દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના મુખ્ય ઈજનેર,રાજકોટ
મુખ્ય મંત્રી શ્રી,વિરોધ પક્ષના નેતા વિગેરેને તા.૧૧/૦૧/૨૫ના રોજ લેખિત રજુઆત કરી જણાવેલ છે કે પી.જી. વી.સી.એલ કંપનીના વિસાવદર સબ ડિવિઝન નંબર (૨) નીચે અનેક ગામડાઓ તથા મોટા વિસ્તારો આવતા હોય આ સબ ડિવિઝનમાં છેલ્લા ઘણા સમયથી જુનિયર ઇજનેરની જગ્યા ભરવામાં આવેલ નથી એક જ અધિકારી દ્વારા ગાડુ ગબડાવાતું હોય અને અવારનવાર ફોલ્ટ,ટીસીના પ્રશ્નો ઉભા થતા હોય પ્રજાને તથા ખેતીવાડીના ગ્રાહકોને મુશ્કેલીઓ પડતી હોય આ તાલુકામાં અવાર નવાર રજુઆત કરવા છતાં પણ આ જગ્યા ખાલી રાખવામાં આવેલ હોય આ જગ્યા ઉપર તાત્કાલીક અસરથી જુનિયર ઇજનેરની નિમણૂક કરવા માંગણી સહ રજુવાત કરેલી હતી તે રજુઆતના પગલે માત્ર બે જ દિવસમાં પી.જી.વી.સી.એલ. કંપનીના સબ ડિવિઝન નંબર (૨)માં નવા જુનિયર ઇજનેરની નિમણુંકનો ઓર્ડર રાજકોટ કોર્પોરેટ ઓફીસ દ્વારા કરાતા ટિમ ગબ્બર ગુજરાત વતી ચીફ ઇજનેરશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.