સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસીએશન દ્રારા આયોજીત શાસ્ત્રી મેદાનમાં 5મી જાન્યુઆરી, રવિવારના રોજ ડોગ-શોનું આયોજન - At This Time

સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસીએશન દ્રારા આયોજીત શાસ્ત્રી મેદાનમાં 5મી જાન્યુઆરી, રવિવારના રોજ ડોગ-શોનું આયોજન


વિવિધ રપથી વધુ પ્રજાતિના ૫૦૦થી વધુ શ્વાનો લોકોને જોવા મળશે. ડોગ સંભાળ અને ટ્રીટમેન્ટ વિશે શ્વાન માલિકોને જાણકારી મળશે. સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસીએશન દ્રારા ૫મી જાન્યુઆરી રવિવારે બપોરે ૩ થી રાત્રી ૧૦ સુધી શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ-શો નું આયોજન કરવામાં આવેલ છે. આ ડોગ-શો માં ૨૫ થી વધુ પ્રજાતિના ૫૦૦ થી વધુ શ્વાનો સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ ખાતે આવવાના છે. આ શોમાં નિર્ણાયક તરીકે રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો હાજર રહેશે. છેલ્લા દોઢ દાયકાથી રાજકોટમાં શ્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે હાલ માં ૧૫ હજાર થી વધુ ડોગલવર્સ શ્વાનો પાળી રહયા છે. આ શો માં પોમિરયન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન ગોલ્ડન રીટરીવર, સેનબર્નાડ, બિગલ, હસ્કી, સિટઝુ, ચાંવચાવ, ચિવાવા જેવા વિવિધ શ્વાનો ભાગ લેવાના છે. શ્વાનમાલિકોને સારવાર, સાર-સંભાર જેવિ માહિતી પણ આપવામાં આવશે. આ શોમાં વિવિધ ડોગકુડ અને મેડિસીન બાબતે માર્ગદર્શન આપશે. ડોગ-શો માં ભાગ લેવા માટે નજીકના રજીસ્ટંટ પેટ-શોપ ખાતે રજીસ્ટ્રેશન કરવી લેવું ફરજીયાત છે. તેના સિવાય શો માં એન્ટ્રી મળશે નહી. વિશેષ વિગત માટે સંસ્થાના પ્રમુખ શ્રી મો. ૯૮૨૫૪ ૪૦૦૪૫ પર સંપર્ક કરવા વિનંતી.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.