SCએ કહ્યું- CBI તપાસ માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી:પશ્ચિમ બંગાળ સરકારની અરજીને યોગ્ય ગણાવી, 13 ઓગસ્ટે આગામી સુનાવણી થશે
પશ્ચિમ બંગાળમાં CBI તપાસ સામે મમતા સરકારે 1 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે 8 મેના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે એટલે કે 10 જુલાઈએ કોર્ટે અરજીને સુનાવણી માટે યોગ્ય ગણાવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કેન્દ્ર સરકારની એ દલીલને ફગાવી દીધી હતી કે આ અરજી સુનાવણીને યોગ્ય નથી. કોર્ટે કહ્યું- બંગાળ સરકારે કાયદાકીય પાસાને ઉઠાવ્યું છે જેના પર વિચાર કરવો જોઈએ. કોર્ટ આ મામલે આગામી સુનાવણી 13 ઓગસ્ટે કરશે. આ સાથે ખંડપીઠે કહ્યું કે, જ્યારે રાજ્ય સરકારે CBI તપાસ માટે આપેલી મંજુરી પાછી ખેંચી લીધી, તો પછી એજન્સી ત્યાં કેસ કેમ નોંધી રહી છે. બંગાળ સરકારે બંધારણની કલમ 131ને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં સુપ્રીમ કોર્ટના અધિકારક્ષેત્રનો ઉલ્લેખ છે. આ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના કેસોની સુનાવણી માત્ર સુપ્રીમ કોર્ટમાં જ થાય છે. હવે સમજો કે કેન્દ્ર અને બંગાળ વચ્ચે વિવાદ કેવી રીતે શરૂ થયો... પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર વચ્ચેનો તાજેતરનો વિવાદ સંદેશખાલી કેસ બાદ શરૂ થયો હતો. EDએ 5 જાન્યુઆરીમાં બંગાળના સંદેશખાલીમાં TMC નેતા શેખ શાહજહાંના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ટીએમસી સમર્થકો દ્વારા અધિકારીઓ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. બાદમાં સામે આવ્યું કે શાહજહાંએ ઘણી મહિલાઓનું યૌનશોષણ કર્યુ હતું. રાજ્ય સરકારની પરવાનગી ન હોવાથી કેન્દ્રએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. તેથી તપાસ એજન્સીએ હાઈકોર્ટની મંજુરી લીધી હતી. કોલકાતા હાઈકોર્ટે 10 એપ્રિલે સંદેશખાલી કેસ સીબીઆઈને સોંપ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ મહિલાઓના યૌન શોષણના કેસમાં FIR નોંધી હતી. હાઈકોર્ટના આદેશ બાદ મમતા સરકાર CBI તપાસ રોકી શકે નહીં
હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યની મમતા બેનર્જી સરકાર સીબીઆઈ તપાસને રોકી શકે નહીં. ખરેખરમાં, રાજ્ય સંબંધિત કોઈપણ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBI દ્વારા તપાસ માટે રાજ્ય સરકાર પાસેથી મંજુરી લેવી પડે છે. પશ્ચિમ બંગાળ સરકારે 16 નવેમ્બર, 2018ના રોજ CBIને રાજ્યમાં તપાસ અને દરોડા પાડવા માટે આપવામાં આવેલી 'સામાન્ય સંમતિ' પાછી ખેંચી લીધી હતી. તે સમયે મમતા બેનર્જીએ ચિટ ફંડ કૌભાંડને લઈને કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે સમજો કે CBIને કેસ કેવી રીતે મળે છે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની કલમ 2 હેઠળ, CBI ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશોમાં કલમ 3 હેઠળના ગુનાઓની પોતાની જાતે તપાસ શરૂ કરી શકે છે. રાજ્યોમાં તપાસ શરૂ કરતા પહેલા CBIએ કલમ 6 હેઠળ રાજ્ય સરકાર પાસેથી મંજુરી લેવી જરૂરી છે. CBIને 4 રીતે કેસ સોંપી શકાય છે આ સમાચાર પણ વાંચો... CBIએ સંદેશખાલી પીડિતો માટે મેલ આઈડી બનાવ્યું જેમણે જમીન ગુમાવી દીધી હતી કલકત્તા હાઈકોર્ટના આદેશ પછી તરત જ, 11 એપ્રિલે, સીબીઆઈએ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં જમીન પચાવી પાડવાના પીડિતો માટે મેલ આઈડી-sandeshkhali@cbi.gov.in બનાવ્યું. સીબીઆઈ અધિકારીએ કહ્યું કે પીડિત આ મેઈલ આઈડી પર તેમની ફરિયાદ મોકલશે. ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવશે. કોલકાતા હાઈકોર્ટે કહ્યું- સંદેશખાલી પીડિતોનું 1% સત્ય પણ શરમજનક છે: કોર્ટે કહ્યું- જો આવું હોય તો સમગ્ર તંત્ર અને શાસક પક્ષ 100% જવાબદાર છે. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલી કેસમાં 4 એપ્રિલે બંગાળ સરકારને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, જો આ મામલામાં એક ટકા પણ સત્ય હોય તો તે શરમજનક છે. આ માટે સમગ્ર વહીવટીતંત્ર અને શાસક પક્ષ 100% નૈતિક રીતે જવાબદાર છે. આ લોકોની સુરક્ષાનો મામલો છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગ્નનમ અને જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્યની બેંચે સંદેશખાલીના મુખ્ય આરોપી શાહજહાં વિરુદ્ધ 5 પીઆઈએલની સુનાવણી કરી. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનું જાતીય શોષણ અને જમીન પચાવી પાડવાના આરોપી TMC નેતા શેખ શાહજહાંની બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે તેને CBIને સોંપી દીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.