બેનામી વ્યવહારના કાયદામાં કેન્દ્ર સરકારને મોટો ઝટકો: સુપ્રીમ કોર્ટ રદ્દ કર્યો ફેરફાર
નવી દિલ્હી તા.23 ઓગષ્ટ 2022,મંગળવારસુપ્રીમ કોર્ટે આજે બેનામી વ્યવહારો અંગે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૬માં કરેલા એક કાયદાકીય ફેરફારને બંધારણની વિરુદ્ધ ઠેરવી રદ્દ કર્યો હતો અને આથી કેન્દ્ર સરકારને આ મોરચે મોટો ફટકો પડશે એવી ધારણા છે કેન્દ્ર સરકારે કરેલા ફેરફાર અનુસાર કોઈપણ વ્યક્તિ બેનામી વ્યવહાર કરે તો તેની સામે સુધારા અગાઉના સમયથી સજાની જોગવાઇ હતી. સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે આ સુધારો બંધારણની વિરુદ્ધ છે. આ ફેરફાર અમલમાં આવ્યા પછી જ તેનો અમલ થઈ શકે. કાયદામાં જોગવાઇ નથી કે તેને પાછલી તારીખથી અમલી બનાવી શકાય.આ કેસમાં ચુકાદાની નકલ આવ્યા પછી વધારે વિગતવાર છણાવટ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.