SCએ ફરી NEET કાઉન્સિલિંગ રોકવાનો ઇનકાર કર્યો:કહ્યું- જો છેલ્લી સુનાવણી પછી પરીક્ષા રદ થશે, તો કાઉન્સેલિંગ પણ રદ થશે - At This Time

SCએ ફરી NEET કાઉન્સિલિંગ રોકવાનો ઇનકાર કર્યો:કહ્યું- જો છેલ્લી સુનાવણી પછી પરીક્ષા રદ થશે, તો કાઉન્સેલિંગ પણ રદ થશે


NEET UG પરીક્ષા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે ફરી એકવાર તેના કાઉન્સેલિંગ પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. આ પહેલા 11 જૂને પણ સુપ્રીમ કોર્ટે આ અપીલ ફગાવી દીધી હતી. હાલમાં આ પરીક્ષા રદ કરવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ અરજી 49 વિદ્યાર્થીઓ અને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાઓએ પરીક્ષામાં 620થી વધુ અંક મેળવનારા વિદ્યાર્થીઓના બેક્ગ્રાઉન્ડની તપાસ અને ફોરેન્સિક તપાસની માગ કરી છે. સાથે જ પેપર લીકના આરોપમાં સીબીઆઈ તપાસની પણ માગ કરવામાં આવી છે. તે જ સમયે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સુપ્રીમ કોર્ટને દેશની અલગ-અલગ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી તમામ અરજીઓને ક્લબ કરવા અને સુપ્રીમ કોર્ટમાં એકસાથે સુનાવણી કરવા જણાવ્યું છે. NTAએ તમામ કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે 4 અરજી દાખલ કરી છે. આ કેસમાં કોર્ટની વેકેશન બેંચના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવીએન ભાટી આ કેસોની સુનાવણી કરી રહ્યા છે. 9 દિવસ પહેલા પણ કાઉન્સેલિંગની માગણી ફગાવી દેવામાં આવી
સુપ્રીમ કોર્ટે મંગળવારે NEET કાઉન્સેલિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટની બેન્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA, પરીક્ષા આયોજક સંસ્થાને નોટિસ જારી કરીને કહ્યું- NEET UGની વિશ્વસનીયતા પર અસર થઈ છે. અમને આનો જવાબ જોઈએ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.