રાજકોટ ટેલીફોન એક્ષચેન્જ પાસે ગોડાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પકડી પાડતી LCB ટીમ. - At This Time

રાજકોટ ટેલીફોન એક્ષચેન્જ પાસે ગોડાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પકડી પાડતી LCB ટીમ.


રાજકોટ શહેર તા.૧૭/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા મોટરસાયકલ ચોરી તથા રીક્ષામાં પેસેન્જરના ખિસ્સામાંથી ચોરીના બનાવો બનેલ હોય જેથી ચોરીઓનો ભેદ ઉકેલવા તથા આમ નાગરીક ના જાનમાલ ને પોલીસ સુરક્ષા મળી રહે તે હેતુસર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ જગદીશ બાંગરવા નાઓએ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી મુદ્દામાલ કબ્જે કરવા તેમજ અન્ય મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના કરેલ. PSI આર.એચ.ઝાલા તથા LCB ઝોન-૨ કર્મચારીઓ LCB ઝોન-૨ વિસ્તારમાં સરકાર દ્વારા નિયુક્ત કરેલ આઇ.વે.પ્રોજેક્ટ ના કેમેરા નો ઉપયોગ કરી તેમજ બનાવ સ્થળ વિસ્તારના CCTV ફુટેઝ તથા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આર.એચ.ઝાલા તથા LCB ઝોન-૨ કર્મચારીઓ નાઓ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત આધારે શાસ્ત્રી મેદાનની દિવાલ પાસેથી એક ઇસમને ગોડાઉનમાં ચોરી કરેલ બેટરીઓ તથા ગુન્હામાં ઉપયોગમાં લીધેલ CNG રીક્ષા સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. શનિ જગુભાઇ ચારોલીયા ઉ.૨૩ રહે.લોહાનગર મફતીયાપરા ગુરુકુળ સામે ગોંડલ રોડ રાજકોટ. એ.ડીવીજન પોલીસ સ્ટેશન BNS કલમ-૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ બેટરીઓ નંગ-૬ કિ.૫૪૦૦૦ CNG રીક્ષા નં.GJ-03-AX-4892 કિ.૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image