પંચમહાલ- શહેરા તાલુકાના ગોકળપુરા ગામે પોલીસ પર થયેલા પથ્થરમારામા વળતી કાર્યવાહી કરતા 32 જેટલા લોકોના ટોળા સામે નામજોગ ગુનો નોધાયો - At This Time

પંચમહાલ- શહેરા તાલુકાના ગોકળપુરા ગામે પોલીસ પર થયેલા પથ્થરમારામા વળતી કાર્યવાહી કરતા 32 જેટલા લોકોના ટોળા સામે નામજોગ ગુનો નોધાયો


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગોકળપુરા ગામે માજી સરપંચ દિનેશભાઈ બારિયાની ભરવાડ કોમના ઈસમ દ્વારા હત્યા કરી દેવાતા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતીનુ નિર્માણ થયુ હતુ. જેમા શુક્રવારે સાંજે મૃતદેહ ગોકળપુરા ખાતે એમ્બ્યુલન્સમાં મારફતે પહોચ્યો ત્યારે ગામના કેટલાક લોકો દ્વારા ભરવાડ ફળિયામા જઈને અંતિમવિધી કરવાની ઉગ્ર માંગ કરતા સ્થિતી વણસી હતી.તેવા મા જ પોલીસ પર પથ્થરમારો કરવામા આવતા ભાગે નાસભાગ મચી જવા પામી હતી.પોલીસે સ્વબચાવમાં ટીયરગેસના આઠ જેટલા સેલ છોડ્યા હતા. પથ્થરમારામા બે પોલીસ કર્મીને ઈજા પહોચી હતી. પોલીસ પર થયેલા પથ્થરમારાને લઈને 32 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોધાવા પામી છે.
પોલીસ ફરિયાદમા જણાવાયુ હતુ કે ગોકળપુરાના માજી સરપંચ દિનેશભાઈ બારિયાની લાશનુ પીએમ કર્યા બાદ લાશને ગોકળપુરા ખાતે અતિમ સંસ્કાર માટે લઈ જવામા આવી તે સમયે ગોકળપુરા ખાતે પહોચતા ત્યા ઉભા રહેલા ટોળાના માણસો અને કેટલાક સગાસંબધીઓ લાશ લઈ જવાની નથી ભરવાડોના ઘરે સ્મશાન વિધી કરવાની છે તેમ કહીને કિકીયારો પાડી હતી. આ મામલે ત્યા હાજર પોલીસ અધિકારીઓ,એજ્યુક્યુટીવ મેજીસ્ટ્રેટ સહિત કર્મચારીઓ દ્વારા કહેવામા આવ્યુ હતુ કે કાયદો હાથમા લેશો નહી. જે રજુઆતો કરવાની હોય તે કરો એકાદ કલાક સુધી સમજાવટની કોશિષ કરી હતી.નદીસર અને ગોકળપુરા ગામ તરફ જવાના રસ્તા પર લાકડાની આડાશો મુકી દીધી હતી. 400 -500નુ ટોળુ ભેગુ થઈને બુમા બુમ કરતા પોલીસને મારો તેમ કહીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમા પોલીસને પથ્થરો વાગ્યા હતા.પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા.પોલીસે ટોળામાંથી 32 જેટલા લોકોની અટકાયત કરી હતી.અને જેમા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. 19 જેટલી બાઈકો પણ કબજે કરી હતી. આ પથ્થરમારામા ત્રણ પોલીસ કર્મીઓને પણ ઈજા પહોચી હતી. પોલીસે આ મામલે 32 જેટલા લોકો સામે વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ કરવામા આવી છે. બનાવને પગલે ગોકળપુરા ગામમા 144ની કલમનુ જાહેરનામુ બહાર પડાયુ છે.ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ખડકી દેવામા આવ્યો છે.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.