વિસાવદર તાલુકા કોર્ટમાં ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ: ન્યાયાધીશશ્રીઓ દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લુ મુકાયુ - At This Time

વિસાવદર તાલુકા કોર્ટમાં ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ: ન્યાયાધીશશ્રીઓ દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લુ મુકાયુ


વિસાવદર તાલુકા કોર્ટમાં ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ: ન્યાયાધીશશ્રીઓ દ્વારા દીપ પ્રાગટય કરી ખુલ્લુ મુકાયુ
વિસાવદર પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ તા.૦૫/૧૦/૨૪ના રોજ ઇ સેવા કેન્દ્રનો એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જે.એલ. શ્રીમાળી સાહેબ તથા પ્રિન્સિપાલ સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી સાહેબ દ્વારા દીપ પ્રાગટય કરી જાહેર જનતાને લાભાર્થે ખુલ્લું મુકવામાં આવેલ હતું.
વિસાવદર સિવિલ કોર્ટ બિલ્ડિંગમાં નામ. ડિસ્ટ્રીકટ કોર્ટ જુનાગઢની સુચના મુજબ બપોરના ૨-૦૦ કલાકે વિસાવદર બાર એસોસિએશનના સભ્યો, કોર્ટ સ્ટાફ તથા પક્ષકારોની મોટા પ્રમાણમાં હાજરીમાં દીપ પ્રાગટય કરી ઇ-સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ હતુંઆ પ્રસંગે વિસાવદરના પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબ દ્વારા ઇ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવનાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિ વિશે વિસ્તુત માહિતી આપેલ અને જણાવેલ કે આ સુવિધા વિસાવદરની ત્રણેય કોર્ટમાં ન્યાયની અપેક્ષાએ આવતી પ્રજાને આંગળીના ટેરવે પોતાના કેસોની માહિતી મળી રહે અને કોર્ટમાં ચાલતી કેસોની કાર્યવાહીથી તેઓ માહિતીગાર રહે તેમાં આ ઇ સેવા કેન્દ્રની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેશે. નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા લોકોને પોતાના કેસોની માહિતી મળી રહે તેવા શુભહેતુથી સમગ્ર ગુજરાતમાં જુદી જુદી કોર્ટોમાં આ સેવાનો પ્રારંભ કરાવવામાં આવેલ છે. ઇ સેવા કેન્દ્રના માધ્યમથી વકીલો તથા પક્ષકારોને કોર્ટમાં ચાલતાં તેમના કેસો અંગેની જરૂરી માહિતી મેળવવામાં ખૂબ સરળતા રહેશે. ઉપરાંત કોર્ટમાં આવતા તમામ પક્ષકારોના સમય અને નાણાંનો વ્યય થતો પણ અટકશે. વધુમાં વધુ પક્ષકારો ઇ સેવા કેન્દ્નનો વધારેમાં વધારે લાભ લ્યે તેવી અપીલ કરી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.