રાજુલા નગરપાલિકાની નવી નિમાયેલી ટીમ એક્શન બોર્ડમાં
રાજુલા નગરપાલિકાની નવી નિમાયેલી ટીમ એક્શન મૂડમાં...
રાજુલા નગરપાલિકામાં તાજેતરમાં ની ચૂંટણી માં ભારતીય જનતા પક્ષના 28 સભ્યો શહેર માં ચૂંટાયેલા ત્યારે રાજુલા શહેરના પ્રાણ પ્રશ્નો બાબતે રાજુલાના જાબાજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રવુભાઈ ખુમાણ તેમજ વનરાજભાઈ વરુ સહિત તમામ લોકો એ શહેરના વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવેલી આ ચર્ચા દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ સૌપ્રથમ રાજુલા શહેરની સફાઈ બાબતે ધ્યાન દોરતા રાજુલા નગરપાલિકાના પ્રમુખ દ્વારા આ બાબતે પાલિકા ની ટીમ સૂચનાઓ આપવામાં આવેલી ત્યારે સૌ પ્રથમ રાજુલા શાકમાર્કેટ નો પ્રશ્ન હલ કરવા ની સૂચના આપતા રાજુલા નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ વાઘ તેમજ કારોબારી ચેરમેન હેમલ વસોયા તેમજ કનુભાઈ ધાખડા તેમજ રાજુલા નગરપાલિકાની સમગ્ર ટીમ આજે સવારમાં જ રાજુલા શાકમાર્કેટની મુલાકાત લેતા શાક માર્કેટમાં નીચે બેસી અને જે ફેરિયા ઓ ધંધો કરતા હતા તેમને પાલિકા દ્વારા આજે અંતિમ નોટિસ આપવામાં આવી કે હવે પછી નીચે બેસવામાં આવશે તો દંડની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ જો દંડ કર્યા બાદ ફરીથી નીચે બેસવામાં આવશે તો માલ કબજે કરવામાં આવશે અને કઈદેસર કાર્યવાહી કરવામાં આવશે માર્કેટ માં બંધ પડેલા બાંકડાઓ પાલિકા દ્વારા આજે સાફ-સફાઈ કરવામાં આવી ત્યારબાદ કલરકામ કરીને ત્યારબાદ આ બાકડાઓ પાલિકાના નીતિ નિયમ મુજબ ફાળવવામાં આવશે તેવું રાજુલા નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે રાજુલા શહેરમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં ગટરનો મુખ્ય પ્રશ્ન છેલ્લા આઠ વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન હલ થતો ન હતો ત્યારે આ વેપારીઓ દ્વારા રાજુલાના નવા નિમાયેલ પ્રમુખને રજૂઆત કરતા પ્રમુખ દ્વારા આ પ્રશ્ન તાત્કાલિક પણે હલ કેવી રીતે થાય તે બાબતે ચર્ચાઓ કરતા આજે સવારથી જ આ ગટરનું કામ શરૂ કરવામાં આવેલ ત્યારે આ ગટરનું કામ શરૂ કરતા રાજુલાના ખડપીઠના તમામ વેપારીઓ મયુર દાદા તેમજ મનોજ દાદા નો આભાર વ્યક્ત કરેલ કર્યો
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
