લખતર બસસ્ટેન્ડ ઉપર ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોની સરાહનીય કામગીરી - At This Time

લખતર બસસ્ટેન્ડ ઉપર ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોની સરાહનીય કામગીરી


લખતર બસસ્ટેન્ડ ઉપર ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોની સરાહનીય કામગીરી લખતર બસસ્ટેન્ડમાં ગરમી લાગી ગયેલ યુવાનને 108 બોલાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યોહાલમાં સમગ્ર ભારત દેશમાં ગરમીનું પ્રમાણ અતિશય વધી ગયુ છે સાથે હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ બફારો થઈ રહ્યો છે લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયુ છે દરરોજ કોઈને કોઈ ગામમાં ગરમીને કારણે ચક્કર આવવા બેભાન થઈ જવું સહિતના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લખતર બસસ્ટેન્ડમાં સુરેન્દ્રનગરના વિશાલભાઈ રહે જુના હાઉસિંગ અમદાવાદ દવા લેવા જતા હતા ત્યારે તેઓને તકલીફ થતા તેઓ જોડિયા વાળી બસ માંથી સુરેન્દ્રનગર પરત જવા લખતર બોટાદ બસમાં બેઠા હતા ત્યારે તેઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા આ બાબતનું ધ્યાન લખતર બસસ્ટેન્ડમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન જયવીરસિંહ ઝાલા અને મહાવીરસિંહ રાણાના ધ્યાને આવતા તુરંત તેઓએ 108 માં ફોન કરતા 108ને આવતા થોડીવાર લાગી હતી 108 આવતા ફરજ પરના હોમગાર્ડ જવાન વિશાલભાઈને લખતર સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા તેમની સાથે લખતર બજારમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન પદયુમનસિંહ ઝાલા આરીફ સોલંકી પણ સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા વિશાલભાઈને સરકારી હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા તેઓ ભાનમાં આવી ગયા હતા ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.