જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરૂની હરરાજીમાં સૌરાષ્ટ્રનો રેકોર્ડ બ્રેક સૌથી ઊંચો ભાવ બોલાયો
જામનગર,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારજન્માષ્ટમીના તહેવારો પૂરા થયા પછી માર્કેટિંગ યાર્ડ ફરીથી ધમધમતા થયા છે, ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે એક નવો રેકોર્ડ નોંધાયો છે. જીરૂં ની જાહેર હરરાજી કરવામાં આવી હતી, જેમાં ૨૦ કિલો જીરૂનો રેકોર્ડબ્રેક ૪,૭૩૦ ના ભાવ બોલાયો હતો, જે સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો ઊંચામાં ઊંચો ભાવ બોલાયો છે, અને નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે જીરૂંની જાહેર હરરાજી કરવામાં આવી હતી, જેમાં ૨૦ કિલો (એક મણ) જીરૂં નો ૪,૭૩૦ નો ભાવ બોલાયો હતો, અને તેના સોદા થયા હતા. જે સૌરાષ્ટ્ર ભરમાં આજે રેકર્ડ કહી શકાય તેવા ભાવ છે. લાલપુર ના પાલાભાઈ ગોગનભાઈ નામના ખેડૂત દ્વારા ૩૧ ગુણીમાં ૧,૫૯૮ કિલો જેટલું જીરૂં લાવવામાં આવ્યું હતું. અને કમિશન એજન્ટ અતુલ ટ્રેડિંગ કંપની દ્વારા હરારજી કરવામાં આવી હતી, અને નથવાણી બ્રધર્સ નામની પેઢી દ્વારા ૨૦ કી.ગ્રા. (એક મણ)ના ૪,૭૩૦ ના ભાવે સોદા કરીને ખરીદી કરી લેવામાં આવી છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે એક જ દિવસમાં ૧,૩૦૮ ગુણી જીરૂં ની આયાત થઈ હતી, અને તેની હરરાજી કરીને સોદા થયા છે. જેમાં આજે એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.